લિવૂડના એક કાર્યક્રમમાં જ્યારે સોનાક્ષી સિન્હા રેડ આઉટ ફીટમાં દેખાઈ હતી ત્યારે જોનારને તે સગર્ભા છે એવું લાગ્યું હતું. ઘણાને એવું લાગ્યું હતું કે તે હાથથી પોતાનું બેબી બમ્પ છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે ત્યારે એ અફવા ફેલાઈ ગઈ કે સોનાક્ષીને સારા દિવસો ચાલે છે. પરંતુ, ત્યાર બાદ સોનાક્ષી અને ઝહિર ઇકબાલ બંને એ પાછળથી આ અફવાઓને હસી કાઢી અને હવે સોનાક્ષીની માતા પૂનમ સિન્હા એ પણ આવી અટકળો પર પ્રતિક્રિયા આપી છે.
એક વાતચીત દરમિયાન પૂનમ સિન્હા જ્યારે સોનાક્ષીનો જન્મ થયો તે ક્ષણને યાદ કરતા કહે છે કે, તે અમારા માટે જીવનની સૌથી સુંદર ક્ષણ હતી જ્યારે અમારા ઘરે પુત્રીનો જન્મ થયો. પૂનમે સોનાક્ષીની પ્રેગનન્સીની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ખબર નથી પડતી કે મીડિયા મને કેટલી વાર નાની બનાવી ચુકી છે. ચાલો, મને તે ખુશી પણ મળશે. ઝહિર અને સોનાક્ષી એ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા. ત્યારબાદ ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે ભવ્ય રીસેપ્શનનું આયોજન પણ કર્યું હતું.

ગયા વર્ષે જ્યારે સોનાક્ષી ગર્ભવતી હોવાની અફવા ફેલાઈ હતી ત્યારે તેને ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસ્વીરો શેર કરી અને ખોટી અફવાઓ ઉડતી અટકાવવા માટે સાથે એક રમુજી નોંધ પણ લખી કે પેટ પર હાથ રાખીને પોઝ આપવાને કારણે માનવ ઇતિહાસમાં સૌથી વધારે લાંબા સમય માટે પ્રેગનન્સી રાખનાર. (આપણી પ્રેમાળ અને બુદ્ધિશાળી મીડિયાના કારણે ૧૬ મહિના અને હજી તે ગણતરી ચાલુ છે.) આના માટે અમારી પ્રતિક્રિયા શું છે તે જાણવા માટે સ્ક્રોલ કરો….અને પછી આ દિવાળી પર ખુશી મનાવો. અગાઉ ઝહીરે પણ આ અફવાને લઈને રમૂજ કરી હતી. એક પાર્ટીમાં ફોટોગ્રાફર્સ માટે સોલો પોઝ માટે જ્યારે સોનાક્ષી આગળ આવે છે ત્યારે ઝહિર આ અફવાઓને વધુ જોર આપવા માટે સોનાક્ષીના પેટ પર હાથ મુકીને બોલે છે ‘સંભાળીને’ ત્યારબાદ, તે ફોટોગ્રાફર્સને સ્પષ્ટતા કરે છે કે તે ફક્ત રમૂજ હતી. સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહિર બંને એક્ટિવ છે અને તેમની મોજ મસ્તીની પળો શેર કરતા રહે છે. •