Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: સિટી પોલીસ મથકની હદમાં સસ્તા અનાજને ગરીબ લોકો ના રેશમ કાર્ડ મુજબ પુરો પાડવામાં આવતો જથ્થો સગેવગે કરતા કાળાબજારિયા વેપારી રાજેશ ચંદુલાલ પટણી (રહે:૧, ઉમા સોસાયટી, સંગમ સોસાયટી પાછળ, હરણી રોડ) કમલેશ કેશવલાલ પટણી (ડી/૭, વૃંદાવન પાર્ક, શિવ બંગલો સામે, હરણી રોડ) અને ભરત ભગવાનદાસ પટણી (રહે:૬, દિપીકા સોસાયટી vibhag-૨, પાણીની ટાંકી, કારેલીબાગ) ને પુરવઠા વિભાગે રંગેહાથ ઝડપીને ૬ ઇસમો વિરુદ્ધ જરૂરી ચીજ વસ્તુઓ અધિનિયમ મુજબ સીટી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.

ગઠિયાઓ એ સરકારની આખ માં ધૂળ નાખીને લાંબા અરસા થી છેતરપીંડી કરતા હતા. આશરે ૧૭,૨૭ લાખ રૂપિયાની કિંમતના વિવિઘ અનાજ ખાંડ સગે વગે કર્યાના પુરાવા પણ તંત્રને મળ્યા હતા. પોલીસ ધરપકડના બીકથી ભૂગર્ભમાં ઉતરી ગયેલી ઉપરોક્ત ઠગ ત્રિપુટીએ તેમના ધારાશાસ્ત્રી દ્વારા ૪થા એડિશનલ સેશન્સ જજ એમ ડી પાન્ડેયની કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી . જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી સરકાર તરફે ધારાશાસ્ત્રી અનીલ દેસાઈએ ધારદાર દલીલો કરી હતી. અદાલતે બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી અરજદાર ની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

ગરીબ પરીવારોનું અનાજ બારોબાર મોંઘા ભાવે વેચતા હતા
સમાજના હજારો ગરીબ પરિવારોના ભાગે આવતુ સસ્તુ અનાજ બારોબાર મોંઘા ભાવે વેચી નાખતા કેટલાક કાળાબજારિયા વેપારી ની ટોળકીઓ અનાજને કેટલુ આયોજનબદ્ધ સગેવગે કરે છે તેનો પણ પર્દાફાશ થયો હતો. જે સરકારી અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાં પહોચાડવાનો હોય છે તે જથ્થો આઇશર ટેમ્પોમાં નાખીને નિયત કરેલ દુકાનમાં પહોચાડવાનો હતો. તારીખ ૧૭/૨/૨૨ના રોજ અનાજનો જથ્થો ભરીને શ્રીનાથ કો. ઓ. કન્ઝ્યુમર અને માંજલપુર કો ઓ,સોસાયટીમાં જવા નીકળેલા ટેમ્પામાં લગાવેલી જીપીએસ સિસ્ટમ અન્ય વાહનમાં ફીટ કરીને આઇશર ટેમ્પોના રૂટ પર રવાના કરવા મા આવ્યું હતું. અને અનાજ ભરેલો ટેમ્પો અકોટા પોલીસ લાઇન તરફ થી પસાર થતો હતો તે પોલીસ ના સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ થયેલો જૉવા મળ્યો હતો. ટેકનિકલ નિષ્ણાતોની મદદ વડે વર્ષોથી ચાલતું કૌંભાંડ ઝડપાતા કાળા બજારીયાઓ ફફડાટ ફેલાઇ ગયો હતો.

To Top