Gujarat

અરવલ્લીમાં યુવકને તાવ આવ્યો ને કોમામાં સરી પડયો, ભેદી વાયરસથી 24 કલાકમાં મોત

ગાંધીનગર: અરવલ્લીના ભીલોડા તાલુકાના ખોડંબા ગામે એક યુવકનું વાઈરસના કારણે મોત નીપજ્યું હોવાની માહિતી બહાર આવતા સમગ્ર પંથકમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ યુવકને તાવ આવ્યો ને 24 કલાકમાં જ યુવક મોતને ભેટયો હતો.
આ યુવક ભેદી વાઈકસના કારણે તુરંજ ત કોમામાં સરી પડયો હતો. તે પછી તેને સારવાર માટે ત્વરીત મોડાસા ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હવે સિવિલ હોસ્પિટલમાં તબીબી ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. યુવકનું મોત કયાં કારણોસર થયું એ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

જામનગરના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
ગઈકાલે જામનગર ખાતે 29 વર્ષના શંકાસ્પદ મંકીપોકસના દર્દીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. તે પછી તેનો રિપોર્ટ અમદાવાદ સિવિલમાં મોકલવામાં આવ્યો હતો. શુક્રવારે દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભારતમાં મંકીપોકેસના કેસો નોંધાવવાની શરૂઆત થઈ છે, જ્યારે અમેરિકામાં મંકીપોકસના મામલે ઈમરજન્સી જાહેર કરાઈ છે.

મંકીપોક્સના લક્ષણૉ અને તે અંગેની જાણકારી
મંકીપોક્સના આંશિક લક્ષણૉ ચામડી ઉપર દેખાઈ આવે છે. આ એક શીતળા જેવો જ દુર્લભ પ્રકારનો વાયરલ ડીઝીઝ છે. સૌથી પહેલા વર્ષ 1958 માં સંશોધન માટે રાખવામાં આવેલા વાનરોમાં તેના લક્ષણૉ દેખાઈ આવ્યા હતા. આ રોગ સૌથી પ્રથમ વાંદરાઓમાં ફેલાયો હતો, તેથી તેની ઓળખ મંકીપોક્સ નામે અપાઈ હતી.

માનવોમાં 70 ના દાયકામાં આવ્યો આ ડીઝીઝ
વર્ષા વનોમાં આ વાયરસ જન્ય રોગ પ્રચલિત છે. માનવીઓમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 1970માં નોંધાયો હતો. આ રોગ મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ટ્રોપિકલ આઈલૅન્ડમાં જોવા મળતો હોઈ છે. જેના મુખય લક્ષણો શીતળાનું કારણ બને તેવા વાયરસનો પણ ઉમેરો થાય છે.

મંકીપોક્સ વિષેની માહિતી
હલકો હલકો તાવ અને શરીર ઉપર ફોલ્લીઓ જેવા લક્ષણો મોટે ભાગે મંકીપોક્સના દર્દીઓમાં દેખાતા હોઈ છે. જેનું સંક્ર્મણ શીતળા કરતાં પણ ઓછા પ્રમાણનું ચેપી છે. મંકીપોક્સના કારણે થતી સમસ્યાઓ શીતળા કરતાં ઓછી ઘાતક હોય છે. તેના લક્ષણો બે થી ચાર અઠવાડિયા સુધી દેખાય છે. જો કે, કેટલાક દર્દીઓ ગંભીર હોઈ શકે છે. મળતી માહિતી મુજબ આમાં મૃત્યુ દર 1 થી 10 ટકા હોઈ શકે છે.

Most Popular

To Top