Health

ન્યૂટ્રિશનની દ્રષ્ટિએ મગના ફાયદા સમજીએ

મગને પૌરાણિક કાળથી સ્વાસ્થ્યપ્રદ આહાર માનવામાં આવે છે અને વર્ષો પૂર્વે ભારતમાં જ તેની ખેતીની શરૂઆત થઈ હતી એમ માનવામાં આવે છે. મગ એ સ્વાદે થોડું મીઠું કઠોળ છે. તે પચવામાં ખૂબ સરળ છે એથી જ તેનો સલાડ, દાળ, ઢોકળા અને સૂપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મગ વિવિધ પોષક તત્ત્વ થી ભરપૂર છે અને વિવિધ બીમારીઓમાં ફાયદાકારક છે. તો આવો ન્યૂટ્રિશનની દ્રષ્ટિએ મગના ફાયદા સમજીએ.

જરૂરી એમિનો એસિડનો ભંડાર
મગ એ ફિનાઇલ એલેનીન, લ્યુસીન, આઇસો લ્યુસીન, વેલાઈન, લાઈસીન , આર્જીનીન જેવા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય એવા એમિનો એસિડ મોટી માત્રામાં ધરાવે છે. આ એમિનો એસિડ એ એસેન્શ્યલ એમિનો એસિડ છે જેનું ઉત્પાદન આપણું શરીર કરી શકતું નથી આથી તે ખોરાકમાંથી લેવા અનિવાર્ય બને છે.

મગમાં રહેલ એન્ટી ઓક્સિડન્ટનું ઊંચું પ્રમાણ
આપણું શરીર, ખોરાકના પાચનના અંતે કેટલાક નુકસાનકારક પદાર્થોનું ઉત્પાદન કરે છે જેને ફ્રી રેડિકલ્સ કહેવામાં આવે છે. આ ફ્રી રેડિકલ્સનું વધુ પ્રમાણ શરીરમાં ભેગું થાય તો એ મોટા મોટા રોગો માટેનું કારણ બને છે. મગમાં રહેલા ફિનોલિક એસિડ, કેફિક એસિડ, ફ્લેવેનોઇડ્ઝ જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો આ ફ્રી રેડિકલ્સને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે અને આ રીતે શરીરને મોટા રોગોથી બચાવે છે.

મગમાં રહેલું વાઇટેક્સિન અને આઈસો વાઇટેક્સિન એન્ટી ઓક્સિડન્ટ શરીરને ગરમીથી બચાવી ઠંડક પૂરી પાડે છે
મગમાં રહેલા આ એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો મગને ઠંડી પ્રકૃતિ બક્ષે છે. એથી કહેવાય છે કે લૂ લાગી હોય અથવા ખૂબ હાઇ ગ્રેડ તાવ આવ્યો હોય તો એવા સંજોગોમાં મગનું પાણી શરીરને ઠંડક આપે છે. આથી જ કદાચ ઉપવાસ દરમ્યાન શરીરને ઠંડું રાખવા મગનો ઉપયોગ કરવામાં આવતો હશે!

ખરાબ કોલેસ્ટ્રોલના ઘટાડા માટે જવાબદાર
પ્રાણીઓ પર થયેલાં સંશોધનો મુજબ, મગમાં રહેલા કેટલાક ફાયટો રસાયણો ખરાબ કોલેસ્ટ્રોલ ( LDL – low density lipoprotein) કે જે હૃદયના રોગો માટે જવાબદાર છે તેનું પ્રમાણ ઘટાડવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. એવું કહેવાય છે કે રોજ ૨૦ ગ્રામ જેટલા કાચા મગ એટલે કે ૧૦૦ ગ્રામ જેટલા રાંધેલા મગનું સેવન હૃદયની કાર્યક્ષમતા વધારે છે અને હૃદયને રોગોથી બચાવે છે.

૧૦૦ ગ્રામ બાફેલા મગ નીચે મુજબનાં પોષક તત્ત્વો ધરાવે છે
પોષક તત્ત્વ પ્રમાણ
કેલરી ૨૧૨ કિલો કેલરી
ચરબી ૦.૮ ગ્રામ
પ્રોટિન ૧૪.૨ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ ૩૮.૮ ગ્રામ
રેસા ૦.૮ ગ્રામ
ફોલેટ એક દિવસની જરૂરિયાતના ૮૦%
આયર્ન એક દિવસની જરૂરિયાતના ૧૬%
પોટેશિયમ એક દિવસની જરૂરિયાતના ૧૫%
ઝીંક એક દિવસની જરૂરિયાતના ૧૧%

તમાલપત્ર: નિખારે ત્વચા

આમ, ઔષધિ સમાન આપણા રસોડાનું આ માનીતું કઠોળ ખૂબ બધા ફાયદા ધરાવે છે. આવા જ વધુ ફાયદાઓ વિશે આવતા અંકે વિસ્તૃત ચર્ચા કરીશું. સાથોસાથ એ પણ જોઈશું કે કોણે મગનું સેવન કરવું ન જોઈએ.
ખુશ્બૂ અને સ્વાસ્થ્યથી ભરપૂર તમાલપત્ર સૌંદર્ય પણ નિખારે છે. એના ઉપયોગથી માત્ર ત્વચા સ્વસ્થ- સુંદર જ નથી દેખાતી પરંતુ વાળ પણ મજબૂત થાય છે. વાનગીનો સ્વાદ વધારતાં તમાલપત્રનો સ્વસ્થ સુંદર ત્વચા તથા લાંબા, ભરાવદાર વાળ માટે કઇ રીતે ઉપયોગ કરશો?

  • 1/2 ટીસ્પૂન તમાલપત્રના પાઉડરમાં 2 ટેબલ સ્પૂન દહીં, 1/2 ટીસ્પૂન મધ અને થોડી હળદર મિકસ કરી પેસ્ટ બનાવો. એને ચહેરા પર લગાડી સુકાઈ જાય એટલે પાણીથી ધોઇ નાખો. અઠવાડિયે બે વાર આ પેસ્ટ લગાડો. થોડા દિવસોમાં ફરક નજરે પડશે.
  • 1/2 ટીસ્પૂન તમાલપત્ર પાઉડરમાં થોડાં ટીપાં ગુલાબજળ મિકસ કરી પેસ્ટ બનાવો. એને ચહેરા પર લગાડી સુકાઈ એટલે પાણીથી ધોઇ નાખો. ત્વચા પર નિખાર આવશે.
  • પાંચ-છ તમાલપત્ર ધોઇને 1/2 લિટર પાણીમાં ઉકાળો. ઠંડું પડે એટલે પાણી ગાળી લો. શેમ્પુ કર્યા બાદ આ પાણી માથા પર નાખો. વાળની ચમક જાળવી રાખવા અઠવાડિયામાં એક વાર એનો ઉપયોગ કરો.
  • તમાલપત્રની પેસ્ટ વાળમાં લગાડવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે. તમે દહીં મિકસ કરી પણ લગાડી શકો.
  • તમાલપત્રના તેલથી માથામાં માલિશ કરવાથી વાળ ઊતરતાં હોય તો એમાં રાહત મળે છે.
  • જો માથામાં ખંજવાળ આવતી હોય તો તમાલપત્રના પાઉડરમાં થોડું કોપરેલ મિકસ કરી લગાડવાથી ફાયદો થાય છે.
  • પાંચ – છ તમાલપત્ર ધોઇ થોડા પાણીમાં ઉકાળો. ઠંડું પડે એટલે ગાળી બોટલમાં ભરી દો. દિવસના બે વાર સ્કિન ટોનર તરીકે ચહેરા પર લગાડો.

Most Popular

To Top