Vadodara

દબાણમાં વ્હાલા દવલાની નીતિ નહીં ચાલે : મેયર

વડોદરા: વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા દ્વારા દબાણ મુક્ત કરવા ઝુબેશ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી નડતરરૂપ દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ મેયર દ્વારા તરસાલી શાકમાર્કેટ પાસે તથા તે વિસ્તારનાં પાલિકાના પ્લોટો પરનું દબાણ દુર કરવા પહોચ્યા હતા. ત્યારે તેમની કામગીરીને લોકોએ બિરદાવી હતી અને ભાજપના જ કોઈ એક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું હતું કે પક્ષના નેતા અલ્પેશ લીમ્બચીયાના માનીતાઓએ પણ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં દબાણ કર્યું છે તે પણ દુર કરશો તેવું કહેતા જ મેયર જણાવ્યું હતું કે આ કામમાં કોઇપણ જાતની વ્હાલા દવલાની નીતિ ચાલે નહી.

મેયર દ્વારા વડોદરા શહેરમાંથી નડતરરૂપ દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. હજુ થોડા દિવસ અગાઉ જ ગોરવા મધુ નગર પાસેના નડતરરૂપ દબાણો દુર કરવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ પણ શહેરના છેવાડે આવેલા તરસાલી વિસ્તારનાં શાક માર્કેટ પાસેના દબાણો દુર કરવા પાલિકાની દબાણ શાખાની ટીમ પહોચી હતી. સાથે મેયર પણ પહોચ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા તેમની કામગીરીને પણ બિરદાવી છે.

જયારે બીજી બાજુ પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયા વોર્ડ નં ૧૯ ના નગરસેવક છે છતાં પણ તે વોર્ડ નં ૧૬ અને ૧૭ માં પોતાના માનીતા લોકોની લારીઓ તે વિસ્તારમાં મુકાવે છે જયારે દબાણ શાખાની ટીમ આ દબાણો દુર કરવા ગઈ ત્યારે માનીતાઓના દબાણો બચાવવા અલ્પેશ લીમ્બાચીયા મેદાને પડ્યા હતા પરંતુ વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા દ્વારા ચોખ્ખા શબ્દોમાં જણાઈ દીધું હતું કે આ કામગીરીમાં કોઇપણ જાતની વ્હાલા દવલાની નીતિ ચાલશે નહી. સદનસીબે વરસાદ વરસતા જ આ કામગીરી અધુરી રહી ગઈ હતી.

માનીતા દબાણકર્તાઓ પર અલ્પેશ લીમ્બાચીયાના ચાર હાથ?
વડોદરા શહેરના મેયર જયારે તરસાલી શાક માર્કેટ પાસેના દબાણો દુર કરવા ગયા હતા ત્યારે તેમની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી . જયારે બીજી બાજુ ભાજપના જ એક કાર્યકર દ્વ્રારા મેયરને જણાવ્યું હતું કે તરસાલી પાસે આવેલ સ્વામી નારાયણ મંદિર પાસે વોર્ડ નં. ૧૯ નગરસેવક અને પક્ષના નેતા અલ્પેશ લીમ્બચીયાના માનીતા દ્વારા સ્વામીનારાયણ મંદિરની બાજુમાં પણ મસ મોટું દબાણ કરવમાં આવ્યું છે તો તે દબાણ દુર કરો ત્યારે મેયરે જણાવ્યું હતું કે કોઈનું પણ દબાણ કોર્પોરેશનની જગ્યા તથા રોડ રસ્તા પર હશે તે દબાણ હટાવવામાં જ આવશે.

Most Popular

To Top