Charotar

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં ૫૯.૯૦ ટકા મતદાન



*આણંદ, મંગળવાર :* ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતોને આધારે સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનિય છે કે, ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૪,૬૫૮ જેટલા મતદારો નોંધાયા છે. જેમાં ૧,૨૦,૯૬૨ જેટલા પુરૂષ મતદારો તથા ૧,૧૩,૬૯૬ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

આજે સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં થયેલા મતદાનની વિગતો જોઈએ તો, ૭૫,૫૮૦ પુરૂષ મતદારો તથા ૬૪,૯૭૯ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૪૦,૫૫૯ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
**

Most Popular

To Top