Business

યુવાન મતદાન કરવા તો પહોંચ્યો પણ મતદાન થી વંચિત રહી ગયો,જાણો કેમ?

વડોદરા મતદાન મથક પર ચૂંટણી તંત્રનો છબરડો, સાચા યુવકની જગ્યા પર અન્ય વ્યક્તિ મત આપીને જતો રહ્યો

.રજિસ્ટરમાં સહી કોઈ અન્ય વ્યક્તિની અને ઓળખ પત્રનો પુરાવા નંબર પણ અલગ

રોષે ભરાયેલા યુવા મતદારે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા.

બકરાવાડી વિસ્તારમાં મતદાન મથક ઉપર ચૂંટણી તંત્રનો વધુ એક છબરડો જોવા મળ્યો હતો. જેમાં સાચા મતદારની જગ્યા પર બીજી વ્યક્તિ મત આપીને જતો રહ્યો હતો. યુવા મતદારની મતદાન મથકના ચૂંટણી અધિકારીને રજૂઆત પણ યોગ્ય ઉત્તર નહિ મળતા યુવક મતદાનથી વંચિત રહ્યો હતો.

વડોદરા શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો મતદાન યોજાયો હતો. તેવામાં વહીવટી તંત્રની અણગઢ કામગીરીનો બોલતો પુરાવો પ્રકાશમાં આવ્યો હતો. શહેરના બકરાવાડી વિસ્તારમાં રહેતા અક્ષય માછી નામના યુવાનનું મતદાન મથક ખંડેરાવ માર્કેટ પાસે આવેલ મધ્યવર્તી શાળામાં આવ્યું હતું. જો કે અક્ષય માછી જ્યારે મત આપવા પહોંચ્યો હતો. ત્યારે અગાઉથી જ કોઈ અજાણી વ્યક્તિએ તેના નામે વોટ આપી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. એટલુંજ નહીં રજીસ્ટરમાં સહી પણ કોઈ અન્ય વ્યક્તિની હતી. જ્યારે ઓળખ પત્રનો પુરાવા નંબર પણ અલગ હતો. ત્યારે આ મામલે યુવકે મતદાન મથકના જવાબદાર અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જો કે અધિકારીઓ તરફથી યોગ્ય ઉત્તર મળ્યો નહોતો. યુવક મતદાનથી વંચિત રહેતા પરિણામે રોષે ભરાયેલા મતદારે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા

Most Popular

To Top