SURAT

વરાછાથી એક અઠવાડિયા અગાઉ ગુમ થયેલી યુવતીનો મૃતદેહ ભાદાથી મળી આવ્યો

એક અઠવાડિયા અગાઉ વરાછાથી (Varachha) ગુમ યુવતીનો ત્રણ દિવસ અગાઉ ભાદા ગામે (Bhada village) તાપી નદીના (Tapi River)પાણીમાંથી મૃતદેહ (Dead body)મળી આવ્યો હતો. બાદ પરિવારજનોએ શુક્રવારે રેલી કાઢી મોત બાબતે શંકા જતાં ફરી પીએમ કરાવવાની પોલીસને લેખિતમાં અરજી કરતાં પોલીસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કામરેજના ભાદા ગામની હદમાંથી પસાર થતી તાપી નદીના પાણી 1 ઓગસ્ટ સાંજે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી 2 ઓગસ્ટે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે તબીબની પેનલમાં પીએમ કરાવવામાં આવ્યું હતું. બાદ 3 ઓગસ્ટે મરનાર મહિલાની ઓળખ થઈ ગઈ હતી. જે મૂળ અમરેલીના લાઠીના સભાડિયાના વતની અને હાલ સુરતના ઉત્રાણ ગામે કીર્તિનગર સોસાયટીમાં મકાન નં.37માં રહેતી અને વરાછાના મીની બજાર ખાતે રાજુ ચાવડાના કારખાનામાં કામ કરતી 19 વર્ષીય અલ્પા ભૂપત માંડવીયાનો હોવાનું બહાર આવ્યું હતું.અલ્પા ગત તા.30 જુલાઈએ બપોરે 1 કલાકે કારખાનેથી ઘરે જવાનું કહી નીકળ્યા બાદ મોડી રાત્રિ સુધી ઘરે ન પહોંચતાં વરાછા પોલીસમથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બાદ અલ્પાના પરિવારજનો તેમજ સમાજના લોકો દ્વારા શુક્રવારે કામરેજ પોલીસ સ્ટેશને બેનર સાથે રેલી કાઢી ન્યાય મળે એ માટે કામરેજ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. પરિવારે અલ્પાના મોત અંગે શંકા હોવાથી ફરીવાર પીએમ કરાવવા કામરેજ પોલીસને લેખિતમાં અરજી કરતાં પોલીસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પીએમ શનિવારે કરવામાં આવશે.
બાદ અલ્પાના પરિવારજનો તેમજ સમાજના લોકો દ્વારા શુક્રવારે કામરેજ પોલીસ સ્ટેશને બેનર સાથે રેલી કાઢી ન્યાય મળે એ માટે કામરેજ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. પરિવારે અલ્પાના મોત અંગે શંકા હોવાથી ફરીવાર પીએમ કરાવવા કામરેજ પોલીસને લેખિતમાં અરજી કરતાં પોલીસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પીએમ શનિવારે કરવામાં આવશે.

ડિંડોલીના વેપારીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
ડિંડોલી માન સરોવર સોસાયટીમાં રહેતા એમ્બ્રોઇડરી મશીનરીના વેપારીએ રહસ્યમય સંજોગોમાં શુક્રવારે સવારે ખરવાસા ગામ પાસે ચીકુની વાડીમાં ચીકુના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સવારના સ્થાનિકોને બનાવની જાણ થતાં પોલીસને જાણ કરાતાં સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, અગાઉ દેવું થઇ ગયું હોવા છતાં મારા ભાઇએ આવું પગલું ભર્યું ન હતું. તેની હત્યા કરવામાં આવી છે. ભાઇએ વ્યક્ત કરેલી શંકાને પગલે આપઘાત કરનાર વેપારીનું નવી સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ બિહારના છપરા જિલ્લાના રઘુકુળ ગામના વતની અને હાલ ડિંડોલી માન સરોવર સોસાયટીમાં રહેતા નવીન ભગવાન શર્મા (ઉં.વ.38) એમ્બ્રોઇડરી મશીનરીના લે-વેચનું કામ કરતા હતા. છેલ્લાં 15 વર્ષથી સુરતમાં રહેતા નવીન શર્માએ શનિવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાની કાર લઇને ડિંડોલી-ખરવાસા રોડ ઉપર ખરવાસા ગામ ખાતે ચીકુની વાડીમાં પહોંચી ચીકુના ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Most Popular

To Top