Dakshin Gujarat

ખોલવડ તાપી નદીના પુલ પરથી બે યુવાને મોતની છલાંગ લગાવી, એક ડૂબી ગયો

કામરેજ: (Kamrej) શનિવારે ખોલવડ આંબોલી વચ્ચેના પુલ (Bridge) પરથી બે યુવાને પડતું મૂકતાં ખેક યુવાનને સ્થાનીક તરવૈયાએ બચાવી લીધો હતો. જ્યારે બીજો યુવાન તાપી નદીના (Tapi River) પાણી ગરકાવ થઈ ગયો હતો.

  • ખોલવડ તાપી નદીના પુલ પરથી બે યુવાને મોતની છલાંગ મારી, એક ડૂબી ગયો
  • બંને યુવાન તાપી નદીમાં પડતાની સાથે માછીમારી કરતા નાવિકે એકને બચાવી લીધો

કામરેજ તાલુકામાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદી પરનો પુલ સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ એક પછી લોકો પુલ પરથી મોતની છલાંગ લગાવી રહ્યા છે, જેમાં શનિવારે તાપી નદીના વચ્ચેના પુલ પરથી ખોલવડ ગામની હદમાં સાંજે આશરે 4 કલાકે બે યુવાને નદીમાં પડતું મૂક્યું હતું. એક યુવાન પુલ પરની રેલિંગ સાથે અથડાયા બાદ નદીના પાણીમાં પડ્યો હતો. બંને યુવાન તાપી નદીમાં પડતાની સાથે માછીમારી કરતા નાવિકે નદીમાં કૂદકો મારી એક યુવાનને પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. જ્યારે બીજો યુવાન નદીના ઊંડા પાણી ગરકાવ થઈ ગયો હતો. બચી ગયેલા યુવાનને નદી કિનારે લાવી પૂછપરછ કરતાં પોતે ધવલ સુરેશભાઈ કવા (ઉં.વ.23) પોતે ઘરે ચિઠ્ઠી લખીને આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદ ધવલને શરીરે ઈજા થઈ હોવાથી સારવાર માટે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો.

શુક્રવારે પુલ પરથી છલાંગ મારનાર મહિલાનો મૃતદેહ મળી આવ્યો
શુક્રવારે ખોલવડ તાપી નદીના પુલ પરથી એક મહિલાએ પડતું મૂકી આપઘાત કર્યો હતો. મહિલાનો મૃતદેહ શનિવારે મળી આવતાં પોલીસે તપાસ કરતાં પર્સમાંથી મહિલાના આધાર કાર્ડ દ્વારા કોમલબેન બીપીનભાઈ નિમાવત (ઉં.વ.33) (રહે.,મકાન નં.167, ગાયત્રીનગર, કાપોદ્રા, મૂળ રહે., સિદ્ધાર્થનગર સોસાયટી, સીતારામ ચોક, ભરતનગર, ભાવનગર)ની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top