SURAT

કાપોદ્રાથી ગુમ થયેલા વિદ્યાર્થીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો

સુરત: (Surat) કાપોદ્રામાં રહેતા ધોરણ 7ના વિદ્યાર્થીનો મૃતદેહ તાપી નદીમાંથી (Tapi River) મળી આવ્યો હતો. ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલો વિધાર્થી નાહવા માટે ગયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

  • કાપોદ્રા તાપી નદીમાંથી ગુમ થયેલા વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો
  • વિદ્યાર્થી તાપી નદીમાં નાહવા ગયો હોવાનું અનુમાન

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ બિહારના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારના ભરવાડ ફળીયામાં રહેતા સંજય શાહુ મજુરી કામ કરી પત્નિ અને સંતાન સહિતના પરીવારનું ગુજરાન ચલાવે છે. સંજયના સંતાનો પૈકી 13 વર્ષિય રીતેશ સ્થાનિક વિસ્તારની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. ગુરુવારે રીતેશ ઘરે કોઈને પણ કહ્યા વગર નીકળીને રમવા માટે જતો રહ્યો હતો, પરંતુ સાંજ સુધી રીતેશ ઘરે નહીં આવતા પરીવાર જનોએ શોધખોળ હાથ ધરી હતી.

ત્યારે શુક્રવારે સવારે કાપોદ્રા કર્મનાથ મહાદેવ મંદિર પાસે તાપી નદીમાંથી મૃતદેહ બહાર આવતા રાહદારીએ પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. જેથી ફાયર વિભાગની ટીમે મૃતદેહનો બહાર કાઢયો હતો. ત્યાર બાદ તપાસ કરતા મૃતદેહ રીતેશનો હોવાનું સામે આવ્યું હતું. રીતેશ નાહવા માટે ગયો હોય અને તે ડૂબી ગયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હાલ બનાવ અંગે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top