Dakshin Gujarat

મેંધરમાં લિવ ઇનમાં રહેતી આસામની યુવતીનો ફાંસો ખાઈને આપઘાત

બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીકના મેંધર (Mendhar) ગામે રહીને મજૂરી કરતી આસામની યુવતીએ (Assami Girl) કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો (Neck Hanging) ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મજૂરી કામે આવેલી યુવતીની સ્થાનિક યુવાન સાથે આંખો મળી જતા છેલ્લા એક વર્ષથી યુવતી પોતાના પ્રેમીના ઘરે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી.

યુવતી મજૂરી કામ કરતી હતી
જીંગા તળાવમાં મજૂરી કામે આવેલી કથલપુરી ગામ, સોનિતપુર, આસામ જનાતીબેન બોગલા ઔરાંગ (ઉ.20)ને મેધર રહેતા કિર્જન હેમંત પટેલ સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ બંધાતા જનાંતીબેન મેધર તેના પ્રેમી કીર્જન પટેલના ઘરે રહેવા આવી ગઈ હતી. ગત તા. ગુરુવારના રોજ તેનો પ્રેમી કિર્જન પટેલ બીલીમોરા જીઆઇડીસીમાં નોકરીએ ગયો હતો, એ સમયે જનાતીબેને તેના કોળીવાડમાં પ્રેમીના ઘરે પંખાના હુક સાથે ઓઢણીથી કોઈક અગમ્ય કારણસર ફાંસો ખાઈ લીધો હતો.

પંચનામું કરી પોલીસે કાર્યવાહી શરુ કરી
કિર્જનની માતા ઉર્વશીબેન અને પિતા હેમંત પટેલ જ્યારે ઘાસચારો કાપીને ઘરે આવ્યા તે સમયે બનાવની જાણ તેમને થતા તેઓએ યુવતીને લટકેલી હાલતમાં નીચે ઉતારીને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે તેણીને મૃત જાહેર કરી હતી. ઉર્વશીબેન હેમંતભાઈ પટેલે બનાવની જાણ ધોલાઈ મરીન પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી યુવતીના આસામ રહેતા પરિવારને જાણ કરતા તેનો ભાઈ મેધર આવવા નીકળી ગયાનું પોલીસે જણાવ્યું હતું.

Most Popular

To Top