( પ્રતિનિધિ )વડોદરા,તા.21
ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરનારાઓ માટે હવે ખિસ્સા વધુ હળવા કરવા પડશે. રેલ મંત્રાલયે વગર ટિકિટ અને અનિયમિત મુસાફરીના કેસમાં લઘુત્તમ દંડ 250 થી વધારીને 500 કરી દીધો છે. આ નવો નિયમ અમલમાં આવી ગયો છે.
રેલવે અધિનિયમ 1989ની કલમ 137 અને 138માં જન વિશ્વાસ પ્રાવધાનોનો સુધારા અધિનિયમ, 2026 હેઠળ સુધારો કરીને આ ફેરફાર કરાયો છે. અનધિકૃત મુસાફરી પર અસરકારક રોક લગાવવા અને યાત્રીઓમાં શિસ્ત વધારવા માટે આ પગલું લેવાયું છે. ભારતીય રેલવે દ્વારા સમયાંતરે સઘન ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે. દંડમાં કરાયેલો વધારો યાત્રીઓને વેલિડ ટિકિટ સાથે જ મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરશે અને નિયમભંગ પર અંકુશ મેળવવામાં મદદરૂપ થશે. રેલ તંત્રે તમામ યાત્રીઓને અપીલ કરી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા વેલિડ ટિકિટ અવશ્ય ખરીદે અને ટિકિટ ચેકિંગ દરમિયાન રેલવે કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપે. ભારતીય રેલ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને યાત્રી-કેન્દ્રિત સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે. દંડમાં વધારો રેલવે પરિસર અને ટ્રેનોમાં શિસ્ત જાળવવાની દિશામાં મહત્વનું પગલું છે.