Sports

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ODI ટીમની જાહેરાત: શુભમન ગિલ કેપ્ટન

BCCI એ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ODI ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યા છે જ્યારે શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ ટીમનો ભાગ છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય સ્કવોડ રેડી છે. ઇંગ્લેન્ડ સામેની આ શ્રેણી 2027 ODI વર્લ્ડ કપ પહેલાની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રવાસમાં પાંચ T20 મેચ અને ત્રણ ODI મેચ રમાશે. T20 ટીમની જાહેરાત પહેલાથી જ થઈ ચૂકી છે જેમાં શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે સેવા આપી રહ્યા છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ODI ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુર્નૂર બ્રાર.

ઈજાના કારણે વરુણ ચક્રવર્તી આયર્લેન્ડ સામેની T20 શ્રેણી ગુમાવશે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ બંને શ્રેણી માટે પસંદગી પામ્યા હોવા છતાં તે હાલમાં બેંગલુરુમાં BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે પુનર્વસન હેઠળ છે. ઇંગ્લેન્ડ શ્રેણી માટે તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. BCCI અનુસાર તેની વાપસી અંગેનો અંતિમ નિર્ણય તબીબી ટીમની સલાહ બાદ લેવામાં આવશે.

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.

વૈભવ સૂર્યવંશીએ 20 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ 50 ઓવરના ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો 20 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા એ સામે ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં વૈભવે 29 બોલમાં 94 રન બનાવ્યા. તેણે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. સૂર્યવંશીની આ ઇનિંગની મદદથી ભારત એએ શ્રીલંકા એ સામેની ફાઇનલ મેચમાં 50 ઓવરમાં 9 વિકેટે 377 રન બનાવ્યા. અનુકુલ રોયે 15 બોલમાં 39 રન બનાવ્યા. કેપ્ટન તિલક વર્માએ 67, પ્રિયાંશ આર્યએ 39 અને કુમાર કુશાગ્રે 36 રન બનાવ્યા.

Most Popular

To Top