Halol

વરસાદી માહોલમાં સાપો બહાર નીકળ્યા: હાલોલ પંથકમાંથી 12 સાપોનું સફળ રેસ્ક્યુ

હાલોલ, તા. 21 જૂન
હાલોલ પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં સાપો દેખાવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. જીવદયા અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સિદ્ધાંત જીવદયા ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 12 સાપોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


મળતી માહિતી મુજબ, ગોધરાની મંગલમૂર્તિ સોસાયટી, મહારાણા પ્રતાપ ચોક, શાક માર્કેટ, કંજરી ગામ તેમજ હાલોલ રૂરલ પોલીસ હેડક્વાર્ટર સહિતના વિસ્તારોમાંથી સાપો મળી આવ્યા હતા. ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષિત રીતે તમામ સાપોને પકડી લીધા હતા.
રેસ્ક્યુ કરાયેલા સાપોમાં 2 કોબરા, 5 વોટર સ્નેક, 1 બેમ્બુ પિટ વાઇપર, 2 ધામણ અને 2 વુલ્ફ સ્નેકનો સમાવેશ થાય છે. આમાં ઝેરી તેમજ બિનઝેરી બંને પ્રકારના સાપો હતા.
સિદ્ધાંત જીવદયા ટીમના સભ્યોએ તમામ સાપોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને માનવ વસાહતથી દૂર આવેલા જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા હતા. ટીમે લોકોને વરસાદી સિઝનમાં સાપ દેખાય તો ગભરાયા વિના નિષ્ણાતોની મદદ લેવા અને સાપને નુકસાન ન પહોંચાડવાની અપીલ પણ કરી છે.
: 🔹 બે દિવસમાં 12 સાપોનું રેસ્ક્યુ
🔹 2 કોબરા સહિત અનેક પ્રજાતિના સાપો મળી આવ્યા
🔹 સિદ્ધાંત જીવદયા ટીમે સુરક્ષિત રીતે જંગલમાં છોડ્યા
🔹 વરસાદી મોસમમાં સાવચેતી રાખવા અપીલ

Most Popular

To Top