Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: આઝાદીના અમૃત મહોત્સવના (Azadi Ka Amrut Mahotsav) અવસરે દેશના નામમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ ગઈ છે. પહેલીવાર તિરંગાની સ્વદેશી તોપોએ લાલ કિલ્લાને સલામી આપી હતી. વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 75 વર્ષ બાદ પહેલીવાર લાલ કિલ્લા (Redfort) પર તિરંગાને સલામી આપવાનું કામ મેડ ઈન ઈન્ડિયા તોપ દ્વારા કરવામાં આવ્યું છે.

પીએમએ કહ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી જે અવાજ સાંભળવા માટે આપણા કાન તડપતા હતા. આજે 75 વર્ષ પછી એ અવાજ સાંભળવા મળ્યો છે. આજે હું દેશની સેનાના જવાનોને દિલથી અભિનંદન આપવા માંગુ છું. સેનાના સૈનિકો અને કમાન્ડરોએ જે જવાબદારી પોતાના ખભા પર લીધી તે સાથે આજે હું સંગઠિત સ્વરૂપે, હિંમતના રૂપમાં મારી આત્મનિર્ભરતાને સલામ કરું છું.

આત્મનિર્ભરતા માટે સ્વદેશીનો મંત્ર 
વડાપ્રધાને પોતાના સંબોધનમાં ઈશારામાં ચીન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીનો મંત્ર જરૂરી છે. તેમણે કહ્યું કે આજે આપણા પાંચ-પાંચ વર્ષના બાળકો વિદેશી રમકડાં સાથે નહીં રમવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. પીએમએ કહ્યું, આત્મનિર્ભર ભારત, તે દરેક નાગરિકની, દરેક સરકારની, સમાજના દરેક એકમની જવાબદારી બને છે. આત્મનિર્ભર ભારત આ કોઈ સરકારી એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી, આ સમાજનું જન આંદોલન છે, જેને આપણે આગળ લઈ જવાનું છે. તેમણે કહ્યું, આપણે ગુલામીની માનસિકતા છોડવી પડશે, આપણી ક્ષમતામાં વિશ્વાસ રાખવો પડશે. આપણા યુવાનો નવી શોધો સાથે દુનિયા સમક્ષ આવી રહ્યા છે.

To Top