એક ગરીબ વિધવા પતિના મૃત્યુ બાદ આજુબાજુના બંગલામાં કામ કરીને પોતાના એક ના એક દસ વર્ષના દીકરાને બહુ કઠિનાઈ સાથે ઉછેરી રહી...
મુંબઈ: સિંગર નેહા કક્કડના લેટેસ્ટ ગીત ‘ઓ સજના’એ ફરીથી રિમિક્સ ગીતને લઈને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા જગાવી છે. નેહા ફાલ્ગુની પાઠકના એવરગ્રીન ગીત...
સુરત (Surat) : 29 સપ્ટેમ્બરના રોજ સુરત આવી રહેલા વડાપ્રધાન મોદીનો (PMModi) કાર્યક્રમ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પર છે. જ્યાં બે લાખ લોકો...
અસ્સલના વડવાઓ (વડવાઓ અસ્સલના જ હોય, ઘોંચું..! એમાં ચાઈનાનો માલ નહિ આવે કે ડુપ્લીકેટ નીકળે..!) એ લોકો ‘દલ્લો’સંતાડીને રાખતા, પણ જીવતા દિલ...
‘જેને રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવવું છે તેને શા માટે રોકવો જોઇએ?’ સરકારી શિક્ષણ સંસ્થાઓ હોય જ પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓ પણ હોય...
દેશમાં આ વખતે ચોમાસુ માફકસરનું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી હતી પરંતુ હવે જ્યારે ચાર મહિનાની આ વર્ષા ઋતુ પુરી થવા આવી...
મુંબઈ: ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને (Chello Show) ભારત (India) દ્વારા ઓસ્કાર એવોર્ડ (Oscar Award) માટે સત્તાવાર રીતે મોકલવામાં આવી છે. આ ફિલ્મને...
વડોદરા: વડોદરા શહેરના રાજમાર્ગો પર દોડતી વિનાયક લોજિસ્ટિકની બસોનું મેન્ટેનન્સ બરાબર રીતે નહીં થવાથી અકસ્માતના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે.જેમાં આજરોજ...
રાજસ્થાન: રાજસ્થાનમાં (Rajasthan) મુખ્યમંત્રી (CM) પદને લઈને ચાલી રહેલા હોબાળા પર કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડની કડકાઈની અસર દેખાવા લાગી છે. ઈન્દિરા મીણા, જિતેન્દ્ર...
વડોદરા: પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા છેલ્લા કેટલાક દિવસોથી આંદોલનના માર્ગે ઉતરેલા પાલિકાના તમામ કર્મચારીઓ સોમવારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા તંત્રમાં...
સુરત (Surat) : પલસાણા-હજીરા હાઇવે (Palsana Hazira Highway) ઉપરથી બુલેટ (Bullet) લઇને પસાર થઇ રહેલા બે મિત્રો પૈકી એકનું ગાય (Cow) સાથે...
વડોદરા: નવલા નોરતાના પ્રારંભ થતા જ હિંદુ યુવતીઓને ફસાવવાના ઈરાદે સક્રિય બનેલા વિધર્મીઓની મેલી મુરાદ પારખી ચુકેલા હિંદુ સમાજના સંગઠનોના કાર્યકરોએ તમામ...
સુરત(Surat): નવરાત્રિના (Navratri) આરંભ પહેલા જ લિંબાયતમાં (Limbayat) તંગદીલી ફેલાવવામાં આવી હતી. માતા દુર્ગાની (Durga Mata) પ્રતિમા (Statue) લઇ જતાં મંડળ ઉપર...
વડોદરા: આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થતાં વડોદરાના અદકેરા નવરાત્રી મહોત્સવમાં વડોદરામાં ઠેર-ઠેર આયોજીત ગરબા મેદાનોમાં ભક્તિભાવ પૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યુ હતું....
સુરત (Surat): નવરાત્રિમાં (Navratri) ગરબા (Garba) સારી રીતે રમવા માટે યુવાનોમાં જ નહીં પરંતુ આધેડ અને સિનિયર સિટિઝનોમાં (Senior Citizen) પણ ભારે...
ટોક્યો: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના (Former PM Shinzo Abe) અંતિમ સંસ્કારમાં (funeral) સામેલ થવા...
સેવાલિયા: સેવાલિયાથી અમદાવાદ જવા માટે એસ.ટી બસનું એડવાન્સ બુકીંગ કરાવનાર યુવતિને તંત્રની લાલીયાવાડીને કારણે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. સવા કલાક મોડી...
નવી દિલ્હી: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર NIAની સૂચના પર ઘણા રાજ્યોમાં દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. NIAની સૂચના પર કર્ણાટક પોલીસે...
સંતરામપુર: મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં તત્રંની બેદરકારીથી નગરમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત જોવાં મળે છે. જેમાંથી અમુક ઢોર લમ્પી વાયરસ જેવા ચેપી રોગ...
નડિયાદ: નડિયાદમાં પાર્કિંગ અને દબાણનો પ્રશ્ન વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુઃખાવો બન્યો છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમા રેલવે સ્ટેશન થઈ ટાઉન...
આણંદ: `ગુજરાતની મુખ્ય 360 સહકારી સંસ્થામાં ભાજપની સત્તા છે. તેમાંય છેલ્લી 318 ચૂંટણીમાં ભાજપ જ જીત્યું છે. સહકારી ક્ષેત્રની એક પણ ચૂંટણી...
દિલ્હીના રાજપથનું નામ બદલીને ભાજપ સરકાર દ્વારા તેને કર્તવ્ય પથનું નામ આપવામાં આવ્યું છે. રસ્તાઓનાં નામો બદલવાથી દેશનો ઇતિહાસ બદલાઈ જતો નથી....
ચીખલી તાલુકાનું ખરેરા નદીના તટવટિય વિસ્તારમાં વસેલું તેજલાવ ગામ સ્થાનિક આગેવાનોની સૂઝબૂઝ એકરાગીતા અને દીર્ઘદૃષ્ટિને પગલે રસ્તા, પાણી, સિંચાઈ સહિતની સુવિધાઓ સાથે...
દેલાડ: ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ સહિતના તાલુકાના ભૂમિપુત્રોની કામધેનુસમાન સાયણ સુગર ફેક્ટરીએ (Sayan Sugar Factory) નવી પિલાણ સિઝનમાં સુગર મિલ ૧૦ લાખથી...
સુરત: સુરતની (Surat) પાલ (Pal) સ્થિત આરટીઓ (RTO) કચેરીમાં નવાં વેચાયેલાં વાહનોનું રજિસ્ટ્રેશન કરનાર બે ઇન્સ્પેક્ટર પૈકી એકની બદલી થયા પછી ખાલી...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકાનાં (Waghai Taluka) આંબાપાડા ગામે લાકડા પકડાવી દેવાની બાબતે વન વિભાગનાં (Forest Department) રોજમદાર (Daily Worker)...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) સોમવારથી નેકની (NAAC) પાંચ સભ્યોની પીયર ટીમે ઇન્સ્પેક્શન કર્યું હતું. નેકે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની...
સુરત : કેન્દ્ર સરકાર (Central Govt) કૃષિ (Agriculture) પછી સૌથી વધુ રોજગારીનું (Employment) સર્જન કરતાં ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) રાહત (Relief) આપવા...
સુરત : શેરબજારમાં (Stock Market) 1.40 કરોડનુ નુકસાન (Loss) થતા તે ચૂકવવા માટે વ્યાજખોર પાસે ગયેલા સુધીર ગોયાણી (રહે, બરોડા પ્રિસ્ટેજ જયભવાની...
સુરત: સપ્લિમેન્ટરી બિલની (Supplementary Bill) વસૂલાતનો મામલો સ્થાનિક કોર્ટમાં પડકારવામાં આવ્યા પછી સચિન જીઆઇડીસી નોટિફાઇડ તંત્રએ સપ્લિમેન્ટરી બિલની વસૂલાતની મુદતમાં એક મહિનાનો...
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
સરકારે ઇથેનોલ પરના નિયમોમાં ફેરફાર કર્યો: હવાઈ મુસાફરી સસ્તી થશે!
વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો
લોકશાહીનો મહાસંગ્રામ, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ
રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
ઈરાને હોર્મુઝથી ભારત તરફ જઈ રહેલા જહાજને અટકાવ્યું: ઇસ્લામિક ગાર્ડ્સે કબજે કર્યું
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
એક ગરીબ વિધવા પતિના મૃત્યુ બાદ આજુબાજુના બંગલામાં કામ કરીને પોતાના એક ના એક દસ વર્ષના દીકરાને બહુ કઠિનાઈ સાથે ઉછેરી રહી હતી.તેની ઈચ્છા દીકરાને ભણાવીને જીવનમાં આગળ વધારવાની હતી, દીકરો પણ ભણવામાં હોશિયાર હતો.પણ આજે તેની શાળામાંથી ફરિયાદ આવી હતી કે તે રોજ ગંદા કપડા સાથે શાળામાં આવે છે અને રોજ મોડો આવે છે.વિધવા આ સાંભળીને દુઃખી થઈ ગઈ; તેણે પોતાના એક ના એક દીકરાને બહુ માર માર્યો અને પછી તે પણ બહુ રડી. પણ માર ખાધા પછી પણ બાળક સુધર્યો નહિ તે રોજ શાળામાં મોડો જ પહોંચતો.
શિક્ષક રોજ સજા કરતાં તે સજા સહન કરતો પણ સુધરતો નહિ.તે રોજ મોડો શું કામ આવે છે તે જાણવાનું શિક્ષકે નક્કી કર્યું.શિક્ષક પોતે બાળકના ઘર પાસે પહોંચી ગયા.અને છુપાઈને જોયું કે બાળક ઘરેથી તો સાફ યુનિફોર્મ પહેરીને અને દફતર લઈને નીકળ્યો પણ શાળાની દિશામાં જવાને બદલે બજારની દિશામાં ચાલવા લાગ્યો.બજારમાં જઈને એક કપડાની દુકાનમાં તેણે પોતાનું દફતર મુક્યું અને તેના માલિકને પૂછ્યું, ‘સાહેબ આજે કઈ કામ છે ??’ દુકાનદારે કહ્યું, ‘ના ના અહીં કઈ કામ નથી.જા આજુબાજુમાં શોધ.’
બાળક બીજું કઈ બોલ્યા વિના આજુબાજુની દુકાનમાં કામ માંગવા દોડી ગયો અને જે દુકાનમાં કામ મળ્યું તે મજુરીનું કામ ,ડબ્બા ગોઠવવાનું કામ , ઝાડુ કાઢવાનું કામ કરવા લાગ્યો…..અડધો પોણો કલાક તેને સતત કામ કર્યું અને શિક્ષક આ બધું છુપાઈને જોતા રહ્યા અને પોતે રોજ આ બાળકને સજા કરતા, માર મારતાં તે વાત પર મનોમન અફસોસ કરવા લાગ્યા. શિક્ષક ધીમેથી પેલા કાપડની દુકાનમાં જ્યાં બાળકે દફતર મુક્યું હતું ત્યાં ગયા અને દુકાનદાર સાથે વાત કરી; દુકાનદારે કહ્યું, ‘સહેબ આ બાળક ગરીબ છે પણ મહેનતુ છે છેલ્લા બે મહિનાથી રોજ શાળામાં જવા પહેલા અહીં આવે છે; જે કામ મળે તે કરે છે અને મજુરીના પૈસા અહીં મારી પાસે જમા કરાવે છે.’ એટલીવારમાં બાળક હાથમાં થોડા પૈસા લઈને દોડતો આવ્યો અને દુકાનદારને આપ્યા.ત્યાં તેની નજર દુકાનદારની બાજુમાં ઉભેલા તેના શિક્ષક પર પડી.તે ડરી ગયો આજે શિક્ષક અહીં જ માર મારશે અને બધું મમ્મીને કહી દેશે.
તે રડતા રડતા બોલવા લાગ્યો, ‘સાહેબ ભલે મને મારો પણ મારું કામ બંધ ન કરાવતા…’ શિક્ષક પ્રેમથી તેની પાસે આવ્યા, ટેબલ પર બેસાડ્યો અને પાણી આપ્યું.પછી પૂછ્યું, ‘તું આ મજુરીના કામ શું કામ કરે છે??’ બાળક બોલ્યો, ‘સાહેબ આવતા મહીને મારી મમ્મીનો જન્મદિવસ છે.મારા જન્મદિવસે તે મને જાતે સીવેલા નવા કપડા પહેરાવે છે પણ તેના બધા કપડા ફાટી ગયા છે તે પોતાનો જન્મદિવસ યાદ પણ નથી કરતો પણ મારે આ વર્ષે મારી મમ્મીને નવો ડ્રેસ આપવો છે એટલે રોજ મજુરી કરી અહીં પૈસા જમા કરાવું છું તેના જન્મદિવસ પર તેને હું ડ્રેસ આપીશ.’ શિક્ષકે બાળકની વાત સાંભળી તેને તેડી લીધો અને બોલ્યા, ‘તારા જેવો દીકરો ધરાવતી મા ગરીબ નથી.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.