શેરબજાર લીલોતરી કેમ થયું?
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા અમેરિકા–ઈરાન તણાવ વચ્ચે અમેરિકાની તરફથી મળેલા એક મહત્વપૂર્ણ સંકેત બાદ શેરબજારમાં અચાનક જોરદાર તેજી જોવા મળી છે. યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના વધતાં રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો , ભારતીય સહિત એશિયાઈ બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો.
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો. બીએસઈનો સેન્સેક્સ ખુલતા જ લગભગ 1900 અંકથી વધુ ઉછળીને 73,800ના સ્તર પાર પહોંચ્યો, જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 600 અંકથી વધુ વધીને 22,900ના સ્તર નજીક ટ્રેડ થયો.
ટ્રમ્પના નિવેદનથી બદલાયું બજારનું મિજાજ : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈરાન સાથેના યુદ્ધ અંગે સકારાત્મક સંકેત મળતાં બજારમાં ઝડપથી તેજી આવી. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે અમેરિકા પોતાના સૈન્ય લક્ષ્યો હાંસલ કરી ચૂક્યું છે અને યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકે છે. આ નિવેદનથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો.
એશિયાઈ બજારોમાં પણ હરિયાળી : અમેરિકા તરફથી મળેલા આ સંકેતનો અસર માત્ર ભારતીય બજારમાં જ નહીં, પરંતુ અન્ય એશિયાઈ બજારોમાં પણ જોવા મળી. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ લગભગ 2500 અંક સુધી ચઢ્યો, હાંગકાંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ લગભગ 500 અંક સુધી વધ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી.
કાચા તેલના ભાવમાં ઘટાડો, બજારને મળ્યો સપોર્ટ : યુદ્ધની આશંકા ઘટતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને આશરે 105 ડોલર પ્રતિ બેરલ રહ્યો, જ્યારે WTI ક્રૂડ પણ લગભગ 103 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવ્યો. કાચા તેલના ભાવમાં ઘટાડો થવાથી બજારને વધારાનો સપોર્ટ મળ્યો.
આ શેરોમાં જોવા મળી તેજી : શેરબજારમાં આવેલી તેજી વચ્ચે અનેક લાર્જકેપ અને મિડકેપ કંપનીઓના શેરોમાં જોરદાર વધારો નોંધાયો. તેમાં ખાસ કરીને ટ્રેન્ટ, BEL, ઇન્ડિગો, અદાણી પોર્ટ્સ, TCS, બજાજ ફાઇનાન્સ, એલએન્ડટી, એમએન્ડએમ અને મારુતિ જેવા શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. ઉપરાંત કોફોર્જ, જીીએમઆર એરપોર્ટ, સુઝલોન અને ડિક્સન જેવા મિડકેપ શેરોમાં પણ તેજી રહી.
રોકાણકારો માટે શું સંકેત? : વિશેષજ્ઞોનું માનવું છે કે યુદ્ધનો ખતરો ઘટે તો વૈશ્વિક બજારમાં સ્થિરતા વધશે અને રોકાણકારોની ભાવ વધુ મજબૂત બનશે. ખાસ કરીને કાચા તેલના ભાવમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક માનવામાં આવે છે, જેના કારણે આગળના સમયમાં બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે.
નોંધ: શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.