સિનિયર ક્રિકેટિંગ ફિગરનો ઑફર, રાશિદ ખાને આપ્યો ચોંકાવનારો જવાબ
ભારત અને ઓસ્ટ્રેલિયાથી નાગરિકતા લેવા ઑફર છતાં રાશિદ ખાને દેશ પ્રત્યેની વફાદારી જાળવી: અફઘાનિસ્તાનના સ્ટાર લેગ-સ્પિનર Rashid Khanએ ખુલાસો કર્યો છે કે તેમને એક “સિનિયર ક્રિકેટિંગ ફિગર” દ્વારા અફઘાનિસ્તાન છોડીને ભારતીય નાગરિકતા સ્વીકારવાની સલાહ આપવામાં આવી હતી. જોકે રાશિદ ખાને આ ઑફરને નકારી કાઢીને પોતાના દેશ માટે રમવાનું પસંદ કર્યું હોવાનું જણાવ્યું છે.
ભારત તરફથી મળ્યો હતો ખાસ ઑફર
રાશિદ ખાને જણાવ્યું કે: એક સિનિયર ક્રિકેટિંગ વ્યક્તિએ તેમને અફઘાનિસ્તાન છોડવાની સલાહ આપી સાથે ભારત માટે રમવાની તક પણ સૂચવવામાં આવી પરંતુ તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં ,તેમણે કહ્યું કે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે સૌથી મોટી ગૌરવની વાત છે.
ઓસ્ટ્રેલિયાથી પણ મળ્યો હતો સમાન પ્રસ્તાવ
રાશિદ ખાને વધુમાં ખુલાસો કર્યો કે: માત્ર ભારત જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયા તરફથી પણ નાગરિકતા લેવા માટે ઑફર મળ્યો હતો છતાં તેમણે બંને દેશોના પ્રસ્તાવો નકારી દીધા તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમનો પ્રથમ અને અંતિમ પસંદગી હંમેશા અફઘાનિસ્તાન જ રહેશે.
અફઘાનિસ્તાન માટે રમવાનું ગૌરવ ગણાવ્યું
રાશિદ ખાને જણાવ્યું કે: અફઘાનિસ્તાન માટે રમવું તેમના જીવનનું સૌથી મોટું સપનું હતું, દેશના ક્રિકેટને વિશ્વસ્તરે પહોંચાડવાનું પોતાનું ધ્યેય છે તેથી અન્ય દેશ માટે રમવાનો વિચાર કર્યો જ નહોતો , તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની ટીમ સાથે જોડાયેલી તેમની ભાવનાત્મક લાગણી ખૂબ મજબૂત છે.
વિશ્વ ક્રિકેટમાં રાશિદ ખાનની મોટી ઓળખ
રાશિદ ખાન: વિશ્વના ટોચના T20 સ્પિનરોમાં સામેલ છે ,IPL સહિત અનેક આંતરરાષ્ટ્રીય લીગોમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે અફઘાનિસ્તાન ક્રિકેટને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, મહત્વનું છે કે આ ખુલાસા બાદ ક્રિકેટ જગતમાં ફરી ચર્ચા તેજ થઈ છે કે વિશ્વ ક્રિકેટમાં રાશિદ ખાન જેવી પ્રતિભા માટે અનેક દેશો રસ દાખવી રહ્યા હતા, છતાં તેમણે પોતાના દેશ પ્રત્યેની વફાદારીને પ્રાથમિકતા આપી.