India

કાનપુરમાં દિલ દહોળી દેતી ઘટના

પિતાએ જ જોડીયા દીકરીઓની હત્યા કરી પોલીસને બોલાવી,પત્નીનો આરોપ ‘મારા પર શંકા કરતો હતો, ઘરમાં CCTV લગાવ્યા હતા’

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી એક ચોંકાવનારી અને હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાની જ જોડીયા નાબાલિક દીકરીઓની હત્યા કરી દીધી હોવાનો આરોપ છે. ઘટના બાદ આરોપી પિતાએ પોતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ આ ઘટના કાનપુરના નૌબસ્તા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં બની હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બંને દીકરીઓના મૃતદેહ કબ્જે લીધા હતા અને આરોપી પિતાને તાત્કાલિક કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પિતા પોતાની પત્ની પર શંકા કરતો હતો. પત્નીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે પતિ લાંબા સમયથી તેના પર શંકા રાખતો હતો અને ઘરમાં તેની દેખરેખ રાખવા માટે CCTV કેમેરા પણ લગાવ્યા હતા. આ કારણે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

ઘટના ના દિવસે પણ ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પહેલા બંને દીકરીઓની હત્યા કરી અને ત્યારબાદ પોતે જ પોલીસને ફોન કરીને ઘટનાની માહિતી આપી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે અને હત્યાના ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે.

આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને દુઃખનો માહોલ જોવા મળ્યો છે. પાડોશીઓના જણાવ્યા મુજબ પરિવાર બહારથી સામાન્ય દેખાતો હતો, પરંતુ ઘરેલુ તણાવ અંગે કોઈને અંદાજ નહોતો.પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કેસ નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર ઘરેલુ શંકા અને તણાવ કેટલા ભયાનક પરિણામો આપી શકે છે તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Most Popular

To Top