Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે. એવામાં આજે સમાચાર આવ્યા છે કે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરને 5 લાખ અને એક સો રૂ.નું દાન આપ્યું છે. વર્ષો પછી રામ મંદિરની વિવાદિત જગ્યા પર રામ મંદિર જ બનશે એવો SCએ ચૂકાદો આપ્યા પછી ભવ્ય મંદિરના નિર્માણ માટે જોર શોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દેશના અલગ અલગ રાજ્યોમાં 27 ફેબ્રુઆરી સુધી રામ મંદિર માટે દાન એકઠ્ઠુ કરવાનો કાર્યક્રમ છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી, તેના સહપ્રમુખ ગોવિંદ દેવ ગિરીજી મહારાજ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. તેમની સાથે વિહિપના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને મંદિર નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રા, અને RSSના નેતા કુલભૂષણ આહુજા જોડાયા હતા. વિહિપના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના પ્રથમ નાગરિક છે તેથી અમે આ દાનની શરૂઆત કરવા તેમની પાસે ગયા હતા. તેમણે 5,00,100 ની રકમ દાનમાં આપી હતી.’.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (MP CM Shivraj Singh Chauhan) ફંડ માટે 1 લાખનો ચેક આપ્યો છે. આ પ્રસંગે તેમણે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ‘રામ મંદિરના નિર્માણમાં મારા પરિવાર તરફથી પણ એક ઇંટ મૂકવામાં આવશે. આ રામ મંદિર નહીં, રાષ્ટ્રીય મંદિર હશે’. પટણામાં સમર્પણ નિધિ સંગઠન અભિયાનની શરૂઆત કરતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, “હું આશા રાખું છું કે બિહારનો દરેક હિન્દુ પરિવાર સુંદર મંદિર નિર્માણમાં ફાળો આપે. મને ખાતરી છે કે મંદિર માટે જે પણ ભંડોળ જરૂરી છે, તે અમને મળશે. તે લોકોના સહકારથી મળશે.’.

સુશીલ કુમાર મોદીએ આગળ કહ્યુ કે, ‘અન્ય ધર્મોના અનુયાયીઓ પણ યોગદાન આપી શકે છે પરંતુ વાત એ છે કે જો મસ્જિદ હોય, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુસ્લિમો મહત્તમ ફાળો આપે. તેથી હિંદુ સમુદાયની જવાબદારી છે કે તેઓ ભગવાન રામના મંદિર માટે આગળ આવે. અમે અન્ય ધર્મોના અનુયાયીઓનો પણ સહકાર લઈશું.’.

To Top