National

શ્રીનગર એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના થતા અટકી

શ્રીનગર (Srinagar): જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઇન્ડિગો એરલાઇન્સનું (Indigo Airlines) વિમાન એરપોર્ટ પર જામી ગયેલા બરફના થર (snow fall) સાથે અથડાઇ ગયુ હતુ. નસીબજોગે વિમાનમાં બેઠેલા કોઇપણ મુસાફરોને ઇજા પહોંચી ન હતી. હકીકતમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી અને હિમ વર્ષાના કારણે ઘણા પ્રદેશો જણે બરફની વિશાળ સફેદ ચાદરથી ઢંકાઇ ગયા છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.

બુધવારે શ્રીનગર એરપોર્ટ પર ઇન્ડિગોની એક ફ્લાઇટ ટેક ઑફ કરવા જતી હતી, અને રન-વે પર જ બરફનો વિશાળ જથ્થો હતો તેમાં વિમાનનો જમણો હિસ્સો ફસાઇ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ આખી ઘટના બાદ એરપોર્ટ પર અરાજકતા ફેલાઇ ગઇ હતી. તાત્કાલિક બધા યાત્રીઓને વિમાનમાંથી બહાર કઢાયા હતા. સદનસીબે કોઇ પણ પ્રકારની જાનહાનિ કે ઇજાના કિસ્સા નોંધાયા નહોતા.

બુધવારે શ્રીનગર એરપોર્ટ પર ઇન્ડિગોની એક ફ્લાઇટ ટેક ઑફ કરવા જતી હતી, અને રન-વે પર જ બરફનો વિશાળ જથ્થો હતો તેમાં વિમાનનો જમણો હિસ્સો ફસાઇ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ આખી ઘટના બાદ એરપોર્ટ પર અરાજકતા ફેલાઇ ગઇ હતી. તાત્કાલિક બધા યાત્રીઓને વિમાનમાંથી બહાર કઢાયા હતા. સદનસીબે કોઇ પણ પ્રકારની જાનહાનિ કે ઇજાના કિસ્સા નોંધાયા નહોતા.

મળતી માહિતી મુજબ આ ઘટના પછી વિમાનનો હિસ્સો બરફમાંથી કઢાયો હતો. ત્યાર પછી આખા વિમાનની ફરી એકવાર ચકાસણી થઇ હતી. અધધિકારીઓએ તપાસ બાદ વિમાનમાં કોઇ ખામી નથી એમ કહી ઉડાન માટે લીલી ઝંડી આપ્યા બાદ થોડા સમય પછી આ વિમાન રવાના કરાયુ હતુ. જો કે આ આખી ઘટના બાદ એરપોર્ટને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે એરપોર્ટ પર ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

9 વર્ષમાં ગઈકાલે શ્રીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. અહીં તાપમાનનો પારો માઈનસ 7.8 ડિગ્રી સુધી નીચો ગયો હતો અને સવાર સુધીમાં પ્રખ્યાત ડલ તળાવનો મોટો હિસ્સો બરફ બની ગયો હતો. ગયા અઠવાડિયે શ્રીનગર સહિત કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા થઈ હતી. ડલ લેકની આજુબાજુના વિસ્તારોમાં હજી પણ બરફ જોઇ શકાય છે. કાશ્મીર ખીણના અન્ય વિસ્તારોમાં માઇનસ ડિગ્રી તાપમાન યથાવત છે.

કાશ્મીર ખીણ 40 દિવસના સૌથી ઠંડા સમયમાંથી પસાર થઈ રહી છે જેને ચિલાઇ કલાન તરીકે ઓળખવામાં આવે છે. 21 ડિસેમ્બરે અહીં આટલી ઠંડી શરૂ થઇ જે 13 જાન્યુઆરીએ સૌથી ટોચ પર પહોંચી હતી. કહેવાઇ રહ્યુ છે 31 જાન્યુઆરી સુધી આ વિસ્તારમાં હિમ વર્ષા બંધ થઇ જશે.. ચિલ્લાઈ કાલનના 40 દિવસ પછી, આગામી 20 દિવસનો ઠંડો દિવસ શરૂ થશે, જેને ચિલાઇ ખુર્દ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ઠંડીનો કહેર થોડો ઓછો હોય છે. છેલ્લે 10 દિવસનો છેલ્લો દિવસ આવે છે જેને ચીલ્લી બચા કહેવામાં આવે છે જે ઓછી ઠંડી હોય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top