પ્રાઇવસી પોલિસીના વિવાદ પછી અમદાવાદની આ શાળા અને વાલીઓએ વ્હોટ્સએપ છોડ્યું

ગાંધીનગર (Gandhinagar): પોતાની પ્રાઇવસી પોલીસીને (privacy policy) કારણે વિવાદ અને સમાચારમાં ટોચમાં રહેતા વ્હોટ્સએપની (WhatsApp) નવી નીતિઓ પર હવે લોકોને શંકા થવા લાગી છે. વ્હોટ્સએપે ભલે સ્પષ્ટતા કરી હોય કે તેની નવી પોલીસી ફક્ત બિઝનેસ અકાઉન્ટ (Business Account) પૂરતી જ લાગુ રહેશે. અને નોન બિઝનેસ યુઝર્સને નવી પ્રાઇવસી પોલિસી લાગુ નહીં થાય પણ તેમ છતાં એવું લાગી રહ્યુ છે કે લોકો હવે વ્હોટ્સએપ છોડીને કોઇ બીજી એપ તરફ વળશે. આવું જ કંઇક અમદાવાદમાં થયુ.

પ્રાઇવસી પોલિસીના વિવાદ પછી અમદાવાદની આ શાળા અને વાલીઓએ વ્હોટ્સએપ છોડ્યું

અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલે વ્હોટ્સએપને બદલે કાયઝાલાનો (Kaizala) ઉપયોગ શરૂ કર્યો છે. યુઝર્સ ડેટાની સલામતી અને ગોપનીયતાથી ચિંતિત બનેલી ઉદગમ કન્સલ્ટન્સી સાથે સંકળાયેલી અમદાવાદની ચાર સ્કૂલે વ્હોટ્સએપ પ્લેટફોર્મને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એમ કુલ 4 સ્કૂલે વ્હોટ્સએપની તુલનાએ વધુ ઝડપી અને સુરક્ષિત એવી માઇક્રોસોફ્ટ કાયઝાલા મેસેજિંગ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.

પ્રાઇવસી પોલિસીના વિવાદ પછી અમદાવાદની આ શાળા અને વાલીઓએ વ્હોટ્સએપ છોડ્યું

જણાવી દઇએ કે આ સ્કૂલના 243 વોટ્સએપ ગ્રુપ્સ છે, જેનો આશરે 13,700થી વધુ વાલીઓ ઉપયોગ કરે છે. અને કોરોનાના સમયમાં તો ખાસ જ્યારે ભણતર ઓનલાઇન બન્યુ છે ત્યારે બાળકો અને વાલીઓ નવા અપડેટ્સ માટે વોટ્સએપ પર જ આધાર રાખે છે.

પ્રાઇવસી પોલિસીના વિવાદ પછી અમદાવાદની આ શાળા અને વાલીઓએ વ્હોટ્સએપ છોડ્યું

વોટ્સએપના પર્યાય તરીકે અમદાવાદની શાળાએ જે નવી એપ ઇન્સ્ટોલ કરી છે એ કાયઝાલા માઇક્રોસોફ્ટની ફોન નંબર આધારિત એપ છે. જે વ્યક્તિગત કે ગ્રુપ કોઈપણ પ્રકારના ચેટને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પૂરૂં પાડે છે. તે ચેટિંગ, ફોટો શેરિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એ ખાસ કરીને મોટી કંપનીઓ-સંસ્થાઓને ધ્યાનમાં રાખીને વિકસાવામાં આવી છે. જેથી તેઓ સલામત રીતે પોતાના કર્મચારીઓ ઉપરાંત વેપારીઓ, ગ્રાહકો વગેરે સાથે સલામત મેસેજિંગ કરી શકે. કાયઝાલાની સૌથી ખાસ બાબત એ છે કે આ એપમાં ગ્રુપમાં સભ્યોની સંખ્યા અંગે કોઈ મર્યાદા નથી.

Related Posts