India

બંગાળમાં ‘સાપ-સીડી’ જેવી ટક્કર, ક્યાંક TMC તો ક્યાંક BJP આગળ

પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘડીએ રાજકીય ગરમાવો વધ્યો છે. મતગણતરી શરૂ થતાં જ પ્રારંભિક રુઝાનો સામે આવવા લાગ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, જ્યાં સ્થિતિ સતત બદલાઈ રહી છે, ક્યારે TMC આગળ તો ક્યારે BJP લીડ લઈ રહી છે.

પાંચ રાજ્યોમાં ચૂંટણી – ક્યાં શું સ્થિતિ?
આજે જે રાજ્યોના પરિણામ આવી રહ્યા છે તેમાં:
પશ્ચિમ બંગાળ
આસામ
કેરળ
તમિલનાડુ
તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી

પશ્ચિમ બંગાળ: કઠિન ટક્કર
કુલ 294 બેઠકોમાંથી 293 બેઠકોના પરિણામ આવી રહ્યા છે
શરૂઆતના રુઝાનોમાં BJP અને TMC વચ્ચે જબરદસ્ત ટક્કર
બંને પક્ષોની લીડ 100 બેઠકો પાર
રાજ્યમાં 92%થી વધુ મતદાન, અત્યાર સુધીનો રેકોર્ડ

તાજા રુઝાન:
BJP: અંદાજે 122 બેઠકો પર આગળ
TMC: અંદાજે 105 બેઠકો પર આગળ

હાઈપ્રોફાઈલ સીટ:
ભાભાનિપુર – મમતા બેનર્જી vs શુભેન્દુ અધિકારી

આસામ: BJP મજબૂત સ્થિતિમાં
કુલ 126 બેઠકો
શરૂઆતમાં BJP બહુમતીના આંકડાથી આગળ
BJP: 66 બેઠકો પર લીડ
કોંગ્રેસ ગઠબંધન: 19 બેઠકો પર આગળ

મુખ્ય મુદ્દો:
મુખમંત્રી હિમંતા બિસ્વા સરમા BJP માટે હેટ્રિક જીતનો દાવો કરી રહ્યા છે

કેરળ: UDF આગળ
કુલ 140 બેઠકો
શરૂઆતના રુઝાનમાં:
UDF: 15
LDF: 5
BJP: 5

અહીં LDF સરકાર (પી વિજયન) સત્તા જાળવવા પ્રયત્નશીલ છે

તમિલનાડુ: DMK આગળ
કુલ 234 બેઠકો
DMK સરકાર પોતાની લીડ જાળવી રાખે છે
NDA (AIADMK) પડકાર આપી રહી છે
TVK (થલાપતિ વિજય) ત્રિકોણીય ટક્કર બનાવવા પ્રયત્નશીલ

પુડુચેરી: NDA સામે પડકાર
કુલ 30 બેઠકો
રંગાસ્વામીની આગેવાનીમાં NDA સત્તામાં
આજે નક્કી થશે કે સત્તા યથાવત રહેશે કે બદલાશે

મતદાન ટકાવારી (Turnout)
બંગાળ: 92%+
આસામ: 85%+
તમિલનાડુ: 85.14%
કેરળ: 78.27%
પુડુચેરી: 89.97%

ચૂંટણી પરિણામ 2026માં દેશભરમાં રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ‘સાપ-સીડી’ જેવી સ્થિતિ છે, જ્યાં કોઈપણ પક્ષ ક્યારે પણ આગળ વધી શકે છે. હવે અંતિમ પરિણામો જ સ્પષ્ટ કરશે કે કયા રાજ્યમાં કોણ સત્તા સંભાળશે.

Most Popular

To Top