નવી દિલ્હી: Popular Front of India PFI એ દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા (Raid) પાડ્યા છે. 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PFI...
સુરત : સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation)ના 3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડા પ્રધાન(Pm Modi)ના હસ્તે કરવામાં આવશે. વડા પ્રધાનના 29...
સુરત: ગુજરાતના પોસ્ટર બોયસ હરમીત દેસાઈ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં પહોંચી ગયો છે.ટેબલ ટેનિસ પુરુષ સિંગલ સેમિફાઇનલમાં ગુજરાતના હરમીત દેસાઈએ તમિલનાડુના જી...
નવસારી: નવસારીના (Navsari) વાંસદા (Vansda) તાલુકામાં ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. વાંસદા તાલુકામાં 24 કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાતા...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના (Ankita Bhandari) મર્ડર (Murder) કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસને અંકિતાનો મૃતદેહ મળી આવ્યો છે....
મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે બે કારણે… એક …ઉપવાસ અને બીજું… માતાજીના ગરબા. આ દિવસો દરમ્યાન મન મૂકીને નાચી...
જમાનો બદલાયો છે એની સાથે લોકોની વિચારસરણી બદલાઈ છે. આજે વિચારોથી ઉચ્ચ શિક્ષિત કેટલાય લોકો બાળકીના જન્મને સહર્ષ સ્વીકારે છે પણ એક...
સાચા સંબંધો કદી સાચવવા નથી પડતા હોતા… એવું અનેક વાર આપણે વાંચતા કે સાંભળતા હોઇએ છીએ પણ દરેક વખતે એ વાત સાચી...
સન્નારીઓ, નવરાત્રિનો તહેવાર દસ્તક દઈ રહ્યો છે અને તમે ઉલ્લાસ-ઉમંગથી આ તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યાં હશો. નવેનવ દિવસના આઉફિટ્સ પણ તૈયાર...
સુરત: લિંબાયત (Limbayat) ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર 40 (લિંબાયત -ડીંડોલી) તેમજ ટી.પી. સ્કીમ નંબર 41 (ડીંડોલી) નવાગામને જોડતી હદ પર આવેલા સુરત...
નાગપુર : વરસાદને (Rain) કારણે ભીના આઉટ ફિલ્ડને (Out Fild) પગલે આજે અહીં ટૂંકાવીને 8-8 ઓવરની કરાચેલી બીજી ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમે...
રિયાધ: (Saudi ) અરેબિયાએ (Aribia) હાલમાં જ સોના (Gold) અને તાંબાના (Coppar) નવા સ્થળ મળી આવ્યા હોવાની જાહેરાત કરી હતી, તેણે જણાવ્યું...
સુરતઃ શહેરના મધ્યમાં ધમધમતી પાંડેસરા જીઆઇડીસીમાં (Pandesara) હવા, પાણી અને જમીન પ્રદૂષિત બન્યાની વ્યાપક ફરિયાદો છતાં જીપીસીબીની (GPCB) લાચાર નીતિ જોવા મળી...
નવસારી : વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકામાં ભળી ગયા બાદ વિજલપોર શહેરનો વિકાસ રૂંધાવા માંડ્યો છે. વિજલપોર શહેરના આંતરિક રસ્તાઓ વર્ષોથી બનાવવામાં નહીં...
સુરત: રાજ્યમાં પહેલી વખત દ્વિભાષી માધ્યમના 105 વિદ્યાર્થી (Student) ધોરણ-10ની આગામી માર્ચ મહિનામાં લેવાનારી શિક્ષણ બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષા (Exam) આપશે. ગુજલીશ...
વલસાડ : સયાજી નગરી (Sayaji Nagri) એક્સપ્રેસ (Express Train) ટ્રેનમાં માત્ર 3 દિવસનું ત્યજી દેવાયેલું નવજાત (New Borm) શિશુ (Baby) શુક્રવારે પાલઘર...
સુરત: ઉધના-નવસારી મેઈન રોડ પર નવીન ફ્લોરીન જંક્શન પાસે ટ્રાફિકની (Traffic) સમસ્યાને કારણે અહીં બ્રિજ બનાવવા માટે મનપા (SMC) દ્વારા તૈયારી કરવામાં...
સુરત : સુરતનું અશ્વિનીકુમાર રોડ (Ashiwani Kumar Road) વિસ્તારમાં 400 વર્ષ જુના નીલકંઠ મહાદેવ ઐતિહાસિક (Historical) શિવ મંદિર (Shiv Temple) છે જ્યાં,...
સુરત: ઉધનામાં (Udhna) રહેતી ત્યક્તાની સાથે શાદી ડોટ કોમ (Shadi.com) મારફતે પરિચયમાં આવેલા યુવકે પોતાની ઓળખ વકીલ (lawyer) તરીકે આપી ત્યક્તા સાથે...
ગાંધીનગર : રાષ્ટ્રપતિના ચંન્દ્રકથી સન્માનિત થયેલા રાજ્ય પોલીસ (Police) દળના અધિકારીઓને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ...
રાજપીપળા: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ (Video conferencing) દ્વારા ગુજરાતના (Gujarat) એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું. નરેન્દ્ર...
કામરેજ: (Kamraj) સ્ટેટ મોનિટરિંગ સેલને (State Monitring Sell) મોડી રાત્રે સેલવાસથી બંધ બોડીની મીની ટ્રકમાં રૂપારામ ઉર્ફે રૂપેશ રામકિશન બિશ્નોઈ વિદેશી દારૂનો...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં (Statue of Unity) શુક્રવારે બપોરના સમયે અચાનક મોટી સંખ્યામાં અહીં ફરજ બજાવતા કામદારો (Workar) ભેગા થઇ હમારી માંગે...
વ્યારા: નિઝર તાલુકાના મુબારકપુર ગામે પ્રાથમિક શાળામાં (School) બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં કીડી, માંખી અને ઇયળ નીકળતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો....
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) આ વર્ષે ડિસેમ્બરમાં આઇપીએલમાં...
અમદાવાદ : પોન્ઝી સ્કીમ-ચિટ ફંડમાં (Ponzi Scheme-Chit Fund) નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુનેગારોને જેલ (Jail) હવાલે કરવા ગુજરાતમાં (Gujarat)...
અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાતમાં રેલવેમાં (Train ) અકસ્માતે (Accident) જીવ ગુમાવવા સહિત આપઘાત (Suicide) અને ચાલુ ટ્રેને પડી જવાની ઘટનાઓમાં વધારો થતો નોંધાઈ...
ગાંધીગનર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ....
ગાંધીનગર : આજે દિવસ દરમિયાન વેરાવળ – સોમનાથ તથા કોડિનાર પંથકમાં આકાશમાં (Sky) સૂર્યનારાયણ ફરતે એક મેઘધનુષ્ય (Rainbow) તેમજ રંગબેરંગી વલય સર્જાયુ...
વલસાડ(Valsad): વલસાડના જૂજવા (Jujva) ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં (Auranga River) શુક્રવારે સવારે માછલી (Fish) પકડવા ગયેલા એક યુવાનની જાળમાં...
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
સરકારે ઇથેનોલ પરના નિયમોમાં ફેરફાર કર્યો: હવાઈ મુસાફરી સસ્તી થશે!
વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો
લોકશાહીનો મહાસંગ્રામ, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ
રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
ઈરાને હોર્મુઝથી ભારત તરફ જઈ રહેલા જહાજને અટકાવ્યું: ઇસ્લામિક ગાર્ડ્સે કબજે કર્યું
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
નવી દિલ્હી: Popular Front of India PFI એ દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા (Raid) પાડ્યા છે. 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PFI સંબંધિત ચોંકાવનારી માહિતી આપી છે. આ મુજબ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ બે મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. 12 જુલાઈએ તેમની પટના રેલીમાં બ્લાસ્ટની (Blast) તૈયારીઓ કરવામાં આવી હતી. આ માટે પીએફઆઈનું ટેરર મોડ્યુલ ખતરનાક હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં રોકાયેલું હતું. પીએમ મોદીની રેલી પર હુમલો કરવા માટે એક ટ્રેનિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, પીએફઆઈ યુપીમાં સંવેદનશીલ સ્થળો અને સેલિબ્રિટીઓ પર એક સાથે હુમલા કરવાની પણ તૈયારી કરી રહ્યું હતું.
જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં ‘ઈન્ડિયા 2047’ નામની બુકલેટ મળી આવી હતી
ખાસ વાત એ છે કે જુલાઈ મહિનામાં પણ બિહારના પટનામાંથી પીએફઆઈના શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેની પાસેથી મળી આવેલા દસ્તાવેજોમાં ‘ઈન્ડિયા 2047’ નામની PFIની બુકલેટ પણ હતી. જેમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની ‘આતંકવાદી બ્લુ પ્રિન્ટ’ હતી. તે સમયે એવું પણ બહાર આવ્યું હતું કે પીએફઆઈ તેના નાપાક ષડયંત્ર માટે સ્થળે સ્થળે તાલીમ શિબિરો પણ લગાવી રહી છે. જોકે, બિહાર પોલીસે તે સમયે આ મામલાને ગંભીરતાથી લીધો ન હતો. પટના એસએસપી માનવજીત સિંહ ધિલ્લોને તો પીએફઆઈના તાલીમ શિબિરોની તુલના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની શાખાઓ સાથે કરી હતી. આ પછી જ્યારે વિવાદ વધ્યો તો તેણે ખુલાસો કર્યો.
12 જુલાઈના રોજ પીએમની રેલી પર હુમલો કરવા માટે તાલીમ શિબિરો બનાવવામાં આવી હતી
ગુરુવારે કેરળમાંથી ધરપકડ કરાયેલા PFI સભ્ય શફીક પાયથની રિમાન્ડ નોટ રિકવર કર્યા બાદ EDએ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સીએ કહ્યું કે પીએફઆઈએ આ વર્ષે 12 જુલાઈના રોજ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન હુમલાના હેતુ માટે પ્રશિક્ષણ શિબિરો પણ લગાવી હતી. ખાસ વાત એ છે કે ઓક્ટોબર 2013માં પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા જેહાદી આતંકવાદીઓએ રેલીમાં વિસ્ફોટ કર્યો હતો.
આતંકવાદી પ્રવૃતિઓ માટે માત્ર થોડા વર્ષોમાં 120 કરોડ એકત્ર કર્યા
PFI એ છેલ્લા કેટલાક વર્ષોમાં 120 કરોડ રૂપિયા એકઠા કર્યા છે કારણ કે તે દેશભરમાં રમખાણો અને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે. આ ફંડનો મોટા ભાગનો હિસ્સો રોકડમાં છે. ED પાસે આની સંપૂર્ણ વિગતો છે. NIAએ 11 રાજ્યોમાં દરોડા પાડીને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સહિત અનેક લોકોની અટકાયત કરી હતી. સમગ્ર દેશમાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે ગૃહ મંત્રાલયમાં કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. 6 કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન સવારે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન NIAના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યવાહી ગુપ્ત રાખવામાં આવી હતી
દરોડાની સમગ્ર કામગીરી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં NIAનો 200 સ્ટાફ સામેલ હતો. તેનું કમાન્ડ કંટ્રોલ સેન્ટર ગૃહ મંત્રાલયમાં હતું. પીએફઆઈ સાથે જોડાયેલા શકમંદોના તમામ ડોઝિયર દરોડા પાડનાર ટીમને આપવામાં આવ્યા હતા. તમામ શકમંદોની એક સપ્તાહથી વધુ સમયથી ગણતરી ચાલી રહી હતી. દરોડામાં 200થી વધુ મોબાઈલ, 100થી વધુ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે અનેક વાંધાજનક દસ્તાવેજો, વિઝન ડોક્યુમેન્ટ્સ, એનરોલમેન્ટ ફોર્મ, બેંક વિગતો પણ જપ્ત કરવામાં આવી છે.