Gujarat

વેરાવળ – સોમનાથ અને કોડીનાર પંથકમાં આકાશમાં સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કુતૂહલ

ગાંધીનગર : આજે દિવસ દરમિયાન વેરાવળ – સોમનાથ તથા કોડિનાર પંથકમાં આકાશમાં (Sky) સૂર્યનારાયણ ફરતે એક મેઘધનુષ્ય (Rainbow) તેમજ રંગબેરંગી વલય સર્જાયુ હતું. જેના પગલે લોકો તેને મન મૂકીને જોવા માટે બહાર દોડી આવ્યા હતા. આ એક ખગોળીય ઘટનાનો વીડિયો (Video) અને તસવીરો આજે આખો દિવસ સૌરાષ્ટ્રમાં સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ થયા હતાં.

  • દરીયાઇ પટ્ટી પર સૂર્યની આસપાસ ગોળ વલય દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયુ
  • લોકો રંગબેરંગી વલયને મન મૂકીને જોવા માટે ઘરની બહાર દોડી આવ્યા
  • ખગોળીય ઘટનાનો વીડિયો અને તસવીરો આખો દિવસ સૌરાષ્ટ્રમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા

જૂનાગઢના માંગરોળ તાલુકામાં દરીયાઇ પટ્ટી પર સૂર્યની આસપાસ ગોળ વલય દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું.
અમરેલી જિલ્લાના લીલીયા મોટાના વતની અને ખગોળીય ઘટનાઓના અભ્યાસુ જયપ્રકાશ માઢકે કહ્યું હતું કે, આ ઘટનાને સૂર્ય ફરતે પરિવેશની ઘટના કહેવાય. જેના કારણે નજીકના દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, એટલું જ નહીં આ પંથકની આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે.

સુરત શહેરમાં સુર્યદેવની વાદળો સાથે સંતાકુકડી વચ્ચે વરસાદનો વિરામ
સુરતઃ શહેર અને જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ અને બપોરે સૂર્યના તડકા વચ્ચે વરસાદી વાતાવરણ રહ્યું હતું. ઉપરવાસમાં પણ વરસાદના વિરામ બાદ આજે ઉકાઈ ડેમમાં ૫૭ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૪૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે ચોમાસું તેની વિદાય તરફ છે. ત્યારે હવામાન વિભાગે વધુ એક વરસાદી સિસ્ટમ શહેરમાં સામાન્ય વરસાદ આપશે તેવી આગાહી કરી છે. આગામી ત્રણ-ચાર દિવસ સામાન્ય વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. શહેર અને જિલ્લામાં આજે પણ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદનો વિરામ રહ્યો હતો. ઉપરવાસમાં સામાન્ય વરસાદને પગલે આજે ઉકાઈ ડેમમાં ૫૭ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જેની સામે ૪૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ મોડી સાંજે પાણીની આવક ઘટાડીને ૩૯ હજાર અને જાવક ૨૨ હજાર ક્યુસેક કરાઈ હતી. હથનુર ડેમમાંથી ૪૧ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે પ્રકાશા ડેમમાંથી ૪૩ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમની સપાટી ૩૪૨.૮૨ ફૂટે પહોંચી છે.

Most Popular

To Top