Dakshin Gujarat

ઉંભેળ પાસેથી બંધ બોડીના ટ્રકમાંથી 4.95 લાખનો દારૂ ઝડપાયો

કામરેજ: (Kamraj) સ્ટેટ મોનિટરિંગ સેલને (State Monitring Sell) મોડી રાત્રે સેલવાસથી બંધ બોડીની મીની ટ્રકમાં રૂપારામ ઉર્ફે રૂપેશ રામકિશન બિશ્નોઈ વિદેશી દારૂનો (Foreign Liqur) જથ્થો ભરીને કામરેજ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફ સાથે કામરેજના ઉંભેળમાં ટ્રક અટકાવી ડ્રાઈવર રૂપારામને સાથે રાખી ટ્રકનું સીલ તોડી તપાસ કરતાં 4,95,600નો દારૂ તેમજ મોબાઈલ રૂ.5000, ટ્રક કિં.3 લાખ મળી કુલ 8,10,310 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતાં બે મહિના અગાઉ સુરેશ ઉર્ફે મુકેશ ઝાલારામ બિશ્નોઈને ત્યાં સેલવાસથી ટ્રકમાં દારૂ લાવવાનુ કામ કરે છે. સુરેશને ત્યાં કામ કરતો કમલેશ ચૌધરી અને ગણપત બિશ્નોઈ ની પીપોદરા જીઆઈડીસીમાં સિલ્વર ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રકમાંથી દારૂ ભરેલાં બોક્સ પિકઅપમાં ભરીને કમલેશ અને ગણપત પિકઅપ માં કીમ, સાયણ અને સુરત અલગ અલગ જગ્યાએ આપે છે.

સેલવાસથી ટેમ્પામાં લઈ જવાતો ગેરકાયદે 16,420 કિગ્રા અનાજનો જથ્થો ઝડપાયો
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસના ખાનવેલ મહેસૂલ વિભાગે ટેમ્પાની આડમાં લઈ જવાતા અનઅધિકૃત અનાજના જથ્થાને કબ્જે કર્યો હતો.મળી રહેલી માહિતી પ્રમાણે 22 સપ્ટેમ્બરે મહેસૂલ વિભાગને માહિતી મળી હતી કે, એક ટેમ્પામાં અનઅધિકૃત રીતે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે થઈ રહ્યો છે. જેના આધારે રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ મામલતદાર તથા કર્મચારીઓએ ટેમ્પા નં. DD-01-H-9553ને સેલવાસના વાસોણા નર્સરી પાસે પકડી પાડ્યો હતો. ટેમ્પાના ડ્રાઈવર અબ્બાસ પીપીયા જે ખાનવેલ રહેતો હોય એને અનાજના ટ્રાન્સપોર્ટેશન અંગે જરૂરી બીલ અને કાગળો રજૂ કરવા જણાવ્યું હતું.

પુરવઠા વિભાગને સુપરત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

જ્યાં તે રજૂ નહીં કરી શકતા ટીમે ટેમ્પામાં તપાસ કરતાં અંદરથી અનાજ કઠોળ સહિતનો કુલ 16,420 કિલોગ્રામ અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રાઈવરને અનાજ ક્યાં લઈ જવાનો હતો એમ પુછતા ડ્રાઈવરે અનાજનો જથ્થો સેલવાસ લઈ જવાનું જણાવ્યું હતું. ડ્રાઈવરે અનાજનો જથ્થો ક્યાંથી ભરાવ્યો અને સેલવાસ કોને આપવા જઈ રહ્યો હતો એ અંગે માહિતી જણાવી નથી. જે જોતા સરકારી અનાજના જથ્થામાંથી જ અનાજ સગેવગે થઈ રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે. હાલ તો ટીમે ટેમ્પા સમેત અનાજનો જથ્થો ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગને સુપરત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top