Charotar

માતરમાં સહજાનંદ રાઈસ મિલ પર દરોડા, 8.10 લાખનો જથ્થો સીઝ

માતર.

ખેડા જિલ્લાના માતર-ખેડા રોડ પર આવેલી સહજાનંદ રાઈસ મિલમાંથી મામલતદાર દ્વારા મોટી માત્રામાં અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

માતર મામલતદારે બાતમીના આધારે મિલ પર તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મિલમાંથી 30,000 કિલોગ્રામ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે માલિક દ્વારા સંતોષકારક જવાબ ન મળતા કુલ ₹8,10,000ની કિંમતનો માલ સીઝ કરવામાં આવ્યો છે.

અલબત્ત, તપાસ ટીમે ઘઉં અને ચોખાના નમૂના લઈને વધુ ચકાસણી માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી અંગેનો વિગતવાર અહેવાલ ખેડા જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top