SURAT

સુરતનું આ ઐતિહાસિક શિવ મંદિર શ્વાન ભક્તિના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ

સુરત : સુરતનું અશ્વિનીકુમાર રોડ (Ashiwani Kumar Road) વિસ્તારમાં 400 વર્ષ જુના નીલકંઠ મહાદેવ ઐતિહાસિક (Historical) શિવ મંદિર (Shiv Temple) છે જ્યાં, શ્વાન (Dogs) ભક્તિના (Divotion) કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જેનો એક વિડીયો (Video) સોશિઅલ મીડિયા ઉપર વાયરલ (Viral) થતા લોકોમાં પણ કૌતુક સર્જાયું છે. મંદિરમાં આરતી થવાના સમયે જ શ્વાનોની ટોળકી આવીને મહાદેવ દાદાના શિલિંગગની બરોબાર સામે આવીને ઉભા રહી જાય છે. મંદિરમાં ભક્તો જેમ જેમ ઘંટરાગ થાય છે, મહંતની આરતી ઉતારતી ઉતારે છે તે, વેળાએ શ્વાનોની મંડળી પણ જાણે દાદાની ભક્તિમાં જોતરાઈ જાય છે. અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં 400 વર્ષ જુના નીલકંઠ મહાદેવના મંદિરમાં આ દ્રશ્યો જોવા મળે છે. શ્વાન આરતી સાથે સુર પુરાવતા હોય તેમ મોઢા ઉંચા કરીને અવાજ કાઢે છે.

શિવ મંદિર નીલકંઠ મહાદેવના શ્રધ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
હાલ શ્રાવણ માસ બાદ શ્રાદ્ધ પક્ષ જે પિતૃઓનો મહિનો કહેવાય છે. તેવામાં સુરતમાં ઐતિહાસિક એવા અશ્વિનીકુમાર રોડ વિસ્તારના 400 વર્ષ કરતાં પણ જુના શિવ મંદિર નીલકંઠ મહાદેવના શ્રધ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઐતિહાસિક મંદિર તેના ઐતિહાસિક મહત્વ સાથે સાથે શ્વાન ભક્તિના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.જેનો એક વિડિઓ સામે આવ્યો છે..મંદિરમાં આરતી થવાના સમયે જ શ્વાનોની ટોળકી સમયસર આરતીના સમયે જ મહાદેવ દાદાની ભક્તિમાં લિન થઇ જાય છે. નીલકંઠ મહાદેવના મંદિરમાં શિવના દર્શન માટે શ્વાનની હાજરી અવશ્ય જોવા મળે છે.

મંદિરનો ઇતિહાસ પણ ખુબ જૂનો છે
સુરતના અશ્વિનીકુમાર રોડ વિસ્તારનું નીલકંઠેશ્વર મંદિર આશરે 400 વર્ષ કરતાં જૂનો ઇતિહાસ ધરાવતું શિવ મંદિર છે.જેના દૂર-સુંદરથી લોકો દર્શાનર્થે આવતા હોઈ છે.ખાસ કારીને શ્રવણ મહિનામાં મંદિરમાં ભીડ જામતી હોઈ છે.જોકે સ્થાનિકો અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ ખુબ આસ્થાઅને ભક્તિથી મંદિરમાં દર્શન માટે આવે છે. વિશેષ તહેવારનો દિવસ હોઈ કે પછી ચાલુ દિવસ હોઈ ભક્તોનો મેળાવડો સતત અહીં લાગેલો રહેતો હોઈ છે. ભોળાનાથના દર્શન અને આરતીનો લ્હાવો લેવા માટે સોસાયટીના શ્વાન અહીં ખૂદ આવે છે. તાપી પુરાણમાં જેનો ઉલ્લેખ છે,અંદાજે 400 વર્ષ કરતાં પણ જુનું ઐતિહાસિક નીલકંઠ મહાદેવના મંદિરમાં શિવના દર્શન માટે શ્વાનની હાજરી અવશ્ય જોવા મળે છે.

ચાર જેટલા શ્વાન શિવના દર્શન અને સવાર સાંજની આરતી સમયે આવે જ છે
શિવના દર્શન અને સવાર સાંજની આરતી સમયે સોસાયટીના ચાર જેટલા શ્વાન અહીં હાજરી આપે છે. આટલું જ નહીં પરંતુ આરતીની શરુઆત થાય ત્યારે આવેલા શ્વાન આરતી સાથે સુર પુરાવતા હોય તેમ મોઢા ઉંચા કરીને અવાજ કાઢે છે.જોકે આ નજારાઓ જોઈને સ્થાનિકોને કોઈ નવાઈ નથી લગતી પરંતુ હાલ સોશિઅલ મીડિયા ઉપર વાયરલ વિડીયોએ ચર્ચા નુ કેન્દ્ર બની ગયું છે.

Most Popular

To Top