SURAT

વધુ એક બ્રિજ: ભીમરાડ અને ડિંડોલીને જોડતા રોડ પર નવીન ફ્લોરિન જંક્શન પાસે બ્રિજ બનાવશે

સુરત: ઉધના-નવસારી મેઈન રોડ પર નવીન ફ્લોરીન જંક્શન પાસે ટ્રાફિકની (Traffic) સમસ્યાને કારણે અહીં બ્રિજ બનાવવા માટે મનપા (SMC) દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. નવીન ફ્લોરીન જંક્શન પાસે 34 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ (Over Briedge) બનાવવમાં આવશે. જે કામને સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે સુરતથી સચિન થઈ નવસારી જતા સ્ટેટ હાઈવે ઉપર હયાત રેલવે ઓવર બ્રિજના વાઈડનિંગ માટેના કામને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

ભીમરાડ-ડિંડોલી રોડ ૫૨ નવીન ફ્લોરિન જંક્શન પાસે રૂ.34 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. અહીં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો પરેશાન હતા, જે અંગે રજૂઆતો થતાં આખરે અહીં બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સુરતથી સચિન થઇ નવસારી તરફ જવા માટે ટુ-લેન બ્રિજનો ઉપયોગ થઇ રહ્યો હોવાથી ટ્રાફિકની ખૂબ સમસ્યા છે. જેના પગલે મનપા દ્વારા નવા રેલવે બ્રિજનું રૂ.28 કરોડના ખર્ચે વાઈડનિંગ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. હયાત રેલવે બ્રિજ હજીરા-પલસાણા નેશનલ હાઇવે નં.53 ઉપર આવેલો છે. સુરત-નવસારીને જોડતા રોડ ઉપર સુડા વિભાગ દ્વારા ટુ-લેનનો રેલવે ઓવરબ્રિજ જર્જરિત થતાં રેલવે વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. જેથી હાલમાં સચિન-નવસારી તરફે જવા આવવા માટે ટુ લેન બ્રિજનો ઉપયોગ થઇ રહ્યો છે. જેના કારણે બ્રિજ પર ટ્રાફિકની ખૂબ સમસ્યા રહે છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદી ડ્રીમ સિટીનો રૂ.૩૭૦ કરોડનો પ્રોજેક્ટ સહિત ૩૪૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે
સુરત : સુરત મહાનગરપાલિકાના ૩૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત   વડા પ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડા પ્રધાનના 29 સપ્ટેમ્બર કાર્યક્રમ  માટે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સુરતના   પ્રભારી સચીવની અધ્યક્ષતામાં બેઠકના  દોર શરૂ કરવામાં આવ્યા છે. 29 સપ્ટેમ્બરના કાર્યક્રમનો  લઈને ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.  સુરતના લિંબાયત વિસ્તારના વડાપ્રધાનના કાર્યક્રમ માટે  સુરત પાલિકાએ 12 કરોડથી વધુના ટેન્ડર મંજૂર કરી દીધા છે. આ દિવસે વડાપ્રધાન મોદી સુરત મ્યુનિ.ના 3150 કરોડના વિવિધ  પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29મી સપ્ટેમ્બરે લિંબાયત ખાતે નિલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે આજે સુરત જિલ્લાના પ્રભારી સચિવ થેન્નારાસન દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને કલેકટર આયુષ ઓક સહિત ગાંધીનગરથી વિશેષ ફરજ પર મૂકવામાં આવેલા અધિકારી વચ્ચે સંકલનની બેઠક યોજાઈ હતી.   વડાપ્રધાન  મોદીના સુરત પ્રવાસ દરમિયાન  પાણી પુરવઠાના રૂ.૬૭૨ કરોડના કાર્યો, રૂ.૮૯૦ કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.૩૭૦ કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.૧૩૯ કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 

સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પુરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ. ૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ. ૯.૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-૨ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાન ડ્રીમ સિટીના કુલ રૂ. ૩૬૯.૬૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Most Popular

To Top