Dakshin Gujarat

વલસાડમાં સયાજી નગરી ટ્રેનમાંથી 3 દિવસનું નવજાત બાળક મળી આવ્યું

વલસાડ : સયાજી નગરી (Sayaji Nagri) એક્સપ્રેસ (Express Train) ટ્રેનમાં માત્ર 3 દિવસનું ત્યજી દેવાયેલું નવજાત (New Borm) શિશુ (Baby) શુક્રવારે પાલઘર પોલીસને મળી આવતાં પોલીસે વલસાડ બાળ કલ્યાણ સમિતિ સોંપી દીધું હતું. બાદમાં આ બાળકને ચીખલી ખૂંધ સ્થિત શિશુ ગૃહમાં મૂકવામાં આવ્યું છે.વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ગત 1 સપ્ટેમ્બરે બાંદ્રા-કચ્છ ભૂજ ટ્રેન જ્યારે બાંદ્રા પહોંચી ત્યારે કોચમાં સીટ નીચેથી એક બાળકના રડવાનો અવાજ આવતા મુસાફરે પોલીસનું ધ્યાન દોર્યું હતું.

બાળકને પાલઘર શિશુગૃહમાં મૂકી તપાસ શરૂ કરી
પોલીસે નવજાત શિશુનો કબજો મેળવી તબીબ પાસે તપાસ કરાવતા તે ત્રણ કલાક અગાઉ જ જન્મ્યું હોવાનું જણાયું હતું. પોલીસે બાળકને પાલઘર શિશુગૃહમાં મૂકી તપાસ શરૂ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે બાળકના રડવાનો પ્રથમ અવાજ ટ્રેન વાપી નજીક હતી, ત્યારે કેટલાક મુસાફરોએ સાંભળ્યો હોવાનુ જણાવતા પોલીસે તપાસ બાદ શુક્રવારે બાળકનો કબજો વલસાડ બાળ કલ્યાણ સમિતિને સોંપ્યો હતો અને મેડિકલ તપાસ બાદ તેને ખુંધ બાળ શિશુ ગૃહમાં મોકલાયો હતો. જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સોનલ સોલંકીએ બાળકનું નામ સિદ્ધાંત પાડ્યું હોવાનુ જણાવ્યું હતું.

Most Popular

To Top