SURAT

લિંબાયત-વરોછા ઝોનમાં રવિવારે પાણી પુરવઠો અવરોધાશે : દોઢ લાખ લોકોને અસર થશે

સુરત: લિંબાયત (Limbayat) ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર 40 (લિંબાયત -ડીંડોલી) તેમજ ટી.પી. સ્કીમ નંબર 41 (ડીંડોલી) નવાગામને જોડતી હદ પર આવેલા સુરત ભુસાવલ રેલવે લાઇન નજીક લક્ષ્મણ નગર ફાટક નજીક ડુંભાલ જળ વિતરણ મથકની લાઈનમાં લીકેજ રિપેરિંગ કરવાની કામગીરી શનિવારે થશે. જેથી લિંબાયત ઝોન તેમજ વરાછા ઝોન-એમાં તા. 25 મી સપ્ટેમ્બરે પાણી પુરવઠો અવરોધાશે. જેથી લિંબાયત અને વરાછા ઝોન-એના વિસ્તારોમાં લોકોને અસર થશે.

કયા કયા વિસ્તારોને અસર થશે
લિંબાયત ઝોનમાં આવેલા ડુંભાલ જળ વિતરણ મથકથી સાંજના સમય (6 થી 10)માં અપાતો નીલગીરી સર્કલની આજુબાજુનો વિસ્તાર, મહા પ્રભુનગર સર્વે 1 અને 2, સંજય નગર, મયુર નગર, રણછોડ નગર, બાલાજી નગર, રામેશ્વર, શ્રીજી નગર 1, 2 અને 3, રેલવે ફાટકની આજુબાજુનો વિસ્તાર તેમજ ડિંડોલી નવાગામના શિવહીરા નગર, ખોડિયાર નગર, ઉમિયા નગર-1 અને 2, જમના પાર્ક, નંદનવન ટાઉનશીપ, હેતવી રેસીડેન્સી, સ્વસ્તિક રેસીડેન્સી, સુમન આવાસ, આંબેડકર આવાસ, સંતોષીનગર, ગોવર્ધન નગર, નરોત્તમ નગર વિગેરે વિસ્તારોમાં આપવામાં આવતો પાણી પુરવઠો અવરોધાશે તેમજ વરાછા ઝોન-એ (પાર્ટ)માં ડુંભાલ જળ વિતરણ મથકથી સાંજના સમય(6 થી 10)માં આઈ માતા ચોકની આજુબાજુનો વિસ્તાર, મહેન્દ્ર પાર્ક, સુરભી વિહાર, સરિતા, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ વિગેરે વિસ્તારોમાં આપવામાં આવતો પાણી પુરવઠો અવરોધાશે.

પાંડેસરામાં હવા, પાણી અને જમીન પ્રદૂષિત બનતાં સીપીસીબીએ વિઝિટ લીધી

સુરતઃ શહેરના મધ્યમાં ધમધમતી પાંડેસરા જીઆઇડીસીમાં હવા, પાણી અને જમીન પ્રદૂષિત બન્યાની વ્યાપક ફરિયાદો છતાં જીપીસીબીની (GPCB) લાચાર નીતિ જોવા મળી હતી. અંતે સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વિતેલા સપ્તાહમાં પાંડેસરા જીઆઇડીસીમાં વિઝિટ (Visit) લીધી હતી.શહેરમાં આજના સમયમાં માનવ શરીર અને પ્રકૃતિનો સૌથી મોટા દુશ્મન જો કોઈ હોય તો તે પાંડેસરા, સચિન અને કડોદરા જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા કેટલાક ઉદ્યોગકારો છે. ગણ્યાગાંઠ્યા ઉદ્યોગકારો જીપીસીબીના નોમ્સ અને પ્રદૂષણ બાબતે ધ્યાન રાખે છે. મોટા ભાગના ઉદ્યોગકારો માત્ર ને માત્ર નફો કમાવવા પ્રકૃતિ અને માનવ શરીરને જોખમમાં મૂકી રહ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે મોટો નફો મેળવવા ઘણા લોકો ટાયર અને કચરો બાળીને મિલો ચલાવે છે. જેને લીધે પ્રદૂષણનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે આસપાસ ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી કાળી મેશ ઊડી રહી છે. પાંડેસરા વિસ્તારમાં અગાઉ પણ બોઇલરમાં ચિંધી વાપરતી મિલો સામે હંગામો મચ્યો હતો. હજી પણ કેટલીક મિલો ખુલ્લેઆમ લાકડા અને પ્લાસ્ટિક વેસ્ટ નાંખી રહ્યા છે. પાડંસેરા જીઆઇડીસી વિસ્તારમાં આકાશ તરફ નજર કરો તો ઠેકઠેકાણે કાળા ધુમાડાના ગોટેગોટા ફરેલા જોવા મળતા હતા.

Most Popular

To Top