Sports

વરસાદથી અવરોધાયેલી બીજી T-20 રોહિતની ઇનિંગથી ભારતે 6 વિકેટે જીતી

નાગપુર : વરસાદને (Rain) કારણે ભીના આઉટ ફિલ્ડને (Out Fild) પગલે આજે અહીં ટૂંકાવીને 8-8 ઓવરની કરાચેલી બીજી ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમે (Indian Team) કેપ્ટન રોહિત શર્માની આક્રમક ઇનિંગની મદદથી અંતિમ ઓવરમાં ચાર બોલ બાકી રાખીને 6 વિકેટે જીત મેળવીને ત્રણ મેચની સીરિઝ 1-1ની બરોબરી પર મૂકી હતી. ભીના આઉટફિલ્ડને કારણે બે કલાકના વિલંબ સાથે શરૂ થયેલી મેચ 8-8 ઓવરની કરવામાં આવી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા.

  • વરસાદને કારણે 8-8 ઓવરની કરાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ મૂકેલા 91 રનના લક્ષ્યાંકને ભારતે 4 બોલ બાકી રાખીને કબજે કર્યો
  • રોહિત શર્માએ આક્રમક ઇનિંગ રમીને 20 બોલમાં નોટઆઉટ 40 રન કર્યા, 8મી ઓવરના પહેલા બે બોલમાં કાર્તિકે 10 રન કરી ટીમને જીતાડી

મેથ્યુ વેડે 20 બોલમાં 3 છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી નોટઆઉટ 43 રન બનાવ્યા હતા, આ ઉપરાંત એરોન ફિન્ચે 15 બોલમાં 31 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 7.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક કબજે કર્યો હતો. રોહિત 20 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 46 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. 8મી ઓવરના પહેલા બે બોલે 1 છગ્ગો અને એક ચોગ્ગા સાથે દિનેશ કાર્તિક બે બોલમાં 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ સિવાય કોહલીએ 6 બોલમાં 11 અને રાહુલે 6 બોલમાં 10 રન કર્યા હતા.

રોહિત શર્મા બન્યો ટી-20 ઇન્ટરનેશનલમાં સિક્સર કિંગ
નાગપુર, તા. 23 : આજે શુક્રવારે વરસાદને કારણે અહીં ટૂંકાવીને 8-8 ઓવરની કરાયેલી બીજી ટી-20માં રોહિત શર્માએ પહેલો છગ્ગો માર્યો તેની સાથે જ તેણે ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક છગ્ગા મામલે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્તિલને ઓવરટેક કરીને નવો સિક્સર કિંગ બન્યો હતો. રોહિતે આજની મેચમાં ચાર છગ્ગા માર્યા તેની સાથે જ ટી-20 ઇન્ટરનેશનલમાં તેના છગ્ગાનો આંકડો 176 પર પહોંચી ગયો હતો. માર્ટિન ગપ્તિલના નામે 172 છગ્ગા છે.

Most Popular

To Top