સવારે 5:30 – 7:30 વાગ્યા
- મતદારો વહેલી સવારે 5:30થી જ મતદાન માટે લાઇનમાં ઉભા રહ્યા
- 6:30થી કોલકાતા સહિત વિસ્તારોમાં મતદાન શરૂ થઈ ગયું
- 40 બૂથ પર વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી
- કેટલાક સ્થળોએ મીડિયા પ્રવેશ પર નિયંત્રણ રખાયું
સવારે 9 વાગ્યા સુધી
- કુલ 18.39% મતદાન નોંધાયું
- કેટલીક જગ્યાએ EVM ખામી સર્જાઈ, પરંતુ તેને સુધારીને મતદાન ફરી શરૂ કરાયું
- રાજરહાટ, કેસ્ટોપુર, ચંદીબેરિયા જેવા વિસ્તારોમાં ટેક્નિકલ ગડબડ જણાઈ
સવારે 11 વાગ્યા સુધી
- લગભગ 40% મતદાન નોંઘાયું
- હિંસા અને અથડામણના અહેવાલ આવ્યા, હુગલીમાં TMC-ISF વચ્ચે ઝપાઝપી
- બેરકપુર, બારાનગરમાં EVM ખામીથી મતદાન ધીમું પડ્યું
- ડાયમંડ હાર્બરમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો, આરોપીની ધરપકડ કરવામાં આવી
બપોર સુધીની સ્થિતિ (1 વાગ્યા સુધી)
- કુલ 61.11% મતદાન, હુગલીમાં સૌથી વધુ 64%
- 142 બેઠકો માટે મતદાન ચાલુ છે, 1448 ઉમેદવારો મેદાનમાં છે
- અનેક વિસ્તારોમાં લાઠીચાર્જ, હિંસા અને સૂત્રોચ્ચાર થયા
અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ
- મતદાન પહેલા ચૂંટણી પંચે (ECI) ફલતા બ્લોકના સંયુક્ત BDO સૌરવ હાજરાની બદલી કરી અને 2 ADM અધિકારીઓને ચૂંટણી કામગીરીમાંથી દૂર કર્યા
- IPS અજય પાલ શર્માને પોલીસ ઓબ્ઝર્વર પદ પરથી હટાવવા સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ
- બીજા તબક્કા માટે મોક પોલ પ્રક્રિયા શરૂ (કરીમપુર ગર્લ્સ હાઈસ્કૂલ સહિત સ્થળોએ)
- ફાલ્તામાં EVM પર BJP બટન ટેપથી બ્લોક કરવાનો આરોપ
- પાનિહાટીમાં EVM પર શાહીનો ડાઘ, મતદાન લગભગ 1 કલાક અટક્યું
- ભવાનીપુરમાં સુવેન્દુ અધિકારીને TMC સમર્થકો દ્વારા ઘેરાવ, નારેબાજી
- સાઉથ 24 પરગણામાં BJP ઉમેદવારની કાર પર હુમલો
- નોર્થ દમદમમાં CPM કાર્યકર પર હુમલાનો આરોપ
- સાતગછિયામાં લાઠીચાર્જમાં એક બાળક ઘાયલ
- જ્યાં EVM પર ટેપની ફરિયાદ, ત્યાં ફરી મતદાનની જાહેરાત કરવામાં આવી
- મોટી સંખ્યામાં ફરિયાદ હોય તો આખા મતવિસ્તારમાં ફરી મતદાન શક્ય
- મમતા બેનર્જીનો આરોપ: બહારના અધિકારીઓ આતંક ફેલાવી રહ્યા છે
- સુવેન્દુ અધિકારીનો વિવાદિત નિવેદન
- અભિષેક બેનર્જી: BJPને 50થી ઓછી બેઠકો મળશે
- TMC સાંસદ મિતાલી બાગ વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા
- સૌરવ ગાંગુલી અને અન્ય જાણીતા લોકો મતદાનમાં જોડાયા
- ISKCON સભ્યો ભજન સાથે મતદાન કરવા પહોંચ્યા
- 3.21 કરોડ મતદારો, 41,001 પોલિંગ બૂથ
- CAPFની લગભગ 2,400 કંપનીઓ તૈનાત
- દરેક બૂથ પર CCTV અને વેબકાસ્ટિંગ વ્યવસ્થા
- EVMમાં ભાજપના બટન પર ટેપ ચોંડાડવામાં આવી? અમિત માલવિયાનો આરોપ