વિશ્વ હિન્દુ પરિષદની ગૌરક્ષકની ટીમલી રાયકા પાસે 20 પશુઓને કતલખાને લઈ જતા બચાવાયા,
પશુઓ અને બે ટ્રક મળી રૂ. 23.10 લાખનો મુદ્દામાલ જપ્ત, પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા
વડોદરા તા.29
વડોદરા શહેર નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પર રાયકા ટોલનાકા પાસેથી ગૌરક્ષકોની ટીમે બે ટ્રકમાંથી કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી ભાદરવા પોલીસને સોંપ્યા હતા. 20 પશુઓ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ભાદરવા પોલીસ દ્વારા પશુઓ અને ટેમ્પો મળી રૂપિયા 23.10 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે.
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રિતેશભાઈ પ્રવિણભાઈ પરમાર ગૌરક્ષક તરીકે સેવા આપે છે. તેમને મળી હતી કે દિલ્હી-મુંબઈ હાઈવે પર રાયકા ગામના ટોલનાકા પાસેથી બે ટ્રકોમાં પશુઓ ક્રૂર રીતે ભરીને લઈ જવાઈ રહ્યા છે. જેથી પ્રિતેશભાઈ અને તેમના સાથીઓ સ્થળ પર પહોંચી તપાસ કરતા એક ટ્રકમાં 9 પશુઓ તથા બીજી ટ્રકમા 9 મોટા અને 2 નાના બચ્ચા મળી 20 પશુઓ મળી આવ્યા હતા.
આ ટ્રકમાં પણ કોઈ પરમીટ કે જરૂરી સુવિધાઓ નહોતી. આ ટ્રકના ડ્રાઇવર યાકુબભા બચુ સીપાહી (ખેરાલુ, મહેસાણા) અને કંડક્ટર આદીલ હાજી સિંધી હોવાનું જાણવા મળ્યું હતું.
બન્ને ટ્રકોમાં ભેંસોને ગીચોગીચ રીતે ભરવામાં આવી હતી. જેથી એકબીજાની ચામડી ઘસાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પશુઓને પાણી કે ચારા વગર લઈ જવાતા હોવાથી તેમના પર ક્રૂરતા થતી હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ અંગે તરત જ 112 હેલ્પલાઇન પર જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ પશુઓ તથા ટ્રકોને કબજે લઈને ભાદરવા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.
18 મોટા પશુ, 2 બચ્ચા અને બે ટ્રકો મળી રૂ. 23.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે શંભુજી વણવિરજી ઠાકોર, ટ્રાફિક રિઝવાન ગાઝી, યાકુ બચું સિપાહી અને આદિલ હાજી સિંધી ની ધરપકડ કરી છે.