World

મદીના નજીક સોના અને તાંબાના ભંડાર મળી આવ્યા હોવાની સાઉદી અરેબિયાની જાહેરાત

રિયાધ: (Saudi ) અરેબિયાએ (Aribia) હાલમાં જ સોના (Gold) અને તાંબાના (Coppar) નવા સ્થળ મળી આવ્યા હોવાની જાહેરાત કરી હતી, તેણે જણાવ્યું હતું પવિત્ર શહેર મદીના આ નવા સ્થળ છે.ટ્વીટર પર સાઉદીના ભૂસ્તરીય સર્વેએ પોસ્ટ કરી માહિતી આપી હતી કે મદીના વિસ્તારમાં અબા અલ રાહની સીમાઓ પર સોનાના ભંડાર મળ્યા હતાં. અલ-માદીક વિસ્તારમાં ચાર સ્થળો પર તાંબાનો ભંડાર મળી આવ્યો છે.

નવી શોધથી દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષાશે
નવી શોધ સાથે વિશ્વને ખાતરીના રોકાણની તક માટે અમે વધુ ખુલી રહ્યા છીએ’, એમ રાજ્યના ભૂસ્તરીય સર્વેએ ટ્વીટર કરી કહ્યું હતું.અલ અરેબિાના એક અહેવાલ મુજબ નવી શોધથી દેશમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષાશે જેના પગલે દેશના અર્થતંત્રના વિકાસમાં યોગદાન મળશે.અધિકારીઓનું માનવું છે કે નવી શોધાયેલી જગ્યાઓ પર 533 મિલિયન ડોલરનું રોકાણ થાય તેવી અપેક્ષા છે અને તેનાથી આશરે 4000 નોકરીઓનું નિર્માણ થશે.સાઉદી અરેબિયામાં 5300થી વધુ ખનિજ ખાણ છે, તેમાં વિવિધ ધાતુ, બનિધાતુ શિલાઓ, બિલ્ડીંગમેટીરયલ, સજાવટી શિલાઓ અને કિંમતી પત્થરો સામેલ છે.

Most Popular

To Top