National

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, CNGમાં પણ વધારો

પેટ્રોલના ભાવમાં અંદાજે ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લિટર સુધીનો વધારો

વૈશ્વિક ક્રૂડ ઓઈલ સંકટની સીધી અસર ભારતીય બજારમાં
વારંવારના ભાવવધારાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું

નવી દિલ્હી/વડોદરા, તા.24
દેશભરમાં આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવના કારણે ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે.
તાજા વધારા મુજબ પેટ્રોલના ભાવમાં અંદાજે ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મે મહિનામાં આ ચોથી વખતનો વધારો હોવાનું જાણવા મળે છે.
સાથે સાથે CNGના ભાવમાં પણ ફરી વધારો નોંધાયો છે. છેલ્લા થોડા દિવસોમાં CNGમાં કુલ ₹4 પ્રતિ કિલો સુધીનો વધારો થઈ ચૂક્યો છે, જેના કારણે ઓટો-રિક્ષા, સ્કૂલ વાન અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર સીધી અસર જોવા મળી રહી છે.
ગુજરાતમાં હાલ સરેરાશ CNGનો ભાવ ₹81 થી ₹82 પ્રતિ કિલો આસપાસ ચાલી રહ્યો હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે. અમદાવાદમાં CNGનો ભાવ અંદાજે ₹82.25 પ્રતિ કિલો નોંધાયો છે.
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો યથાવત્ છે. વડોદરામાં ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ અંદાજે ₹919 સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે.
તેલ કંપનીઓનું કહેવું છે કે વૈશ્વિક સંજોગો યથાવત્ રહ્યા તો આગામી દિવસોમાં વધુ ભાવવધારો પણ થઈ શકે છે. સતત વધતા ઇંધણના ભાવથી પરિવહન, ખાદ્યપદાર્થો અને દૈનિક જીવન ખર્ચ પર અસર વધી રહી છે.

Most Popular

To Top