SURAT

Video: સુરતમાં વધુ એક ડોગ બાઈટનો બનાવ, બાળક પર ત્રણ કૂતરાઓ તૂટી પડ્યા, બાળકને હોસ્પિટલ ખસેડાયું

સુરતમાં ડોગ બાઈટના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે. નાના બાળકોને કૂતરાઓ પોતાનો શિકાર બનાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો સુરતમાં બેગમવાડીની તિરૂપતિ માર્કેટમાં જોવા મળ્યો હતો. અહીં રમી રહેલા બાળક પર ત્રણ કૂતરાઓ ટૂટી પડ્યા હતા. જોકે સમય રહેતા આસપાસના લોકો આવી જતા બાળકનો જીવ બચી ગયો હતો.

સુરતમાં વધુ એક વાર રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે. બેગમવાડીની તિરૂપતિ માર્કેટના પાર્કિંગ વિસ્તારમાં રમી રહેલા બાળક પર અચાનક રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. એક સાથે ત્રણ કૂતરાઓ બાળકને ખેંચીને તેની ઉપર તૂટી પડ્યા હતા. જોકે આસપાસ હાજર લોકો તુરંત દોડી આવ્યા હતા અને શ્વાનોને ભગાડી બાળકનો જીવ બચાવ્યો હતો. ઘટનામાં બાળકને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધી રહેલા રખડતા શ્વાનોના આતંકનો મુદ્દો ગરમાવ્યો છે. માર્કેટ વિસ્તારમાં અગાઉ પણ રખડતા કૂતરાઓનાં ટોળાં ફરતા હોવાની ફરિયાદો કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાતી હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top