MBAમાં 18,666 અને MCAમાં 8,485 બેઠકો ઉપલબ્ધ, ચાલુ વર્ષે MBAની 4 નવી કોલેજને મંજૂરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
પ્રવેશ સમિતિ દ્વારા એમબીએ ,એમસીએ કોર્સમાં પ્રવેશ માટેનું પ્રોવિઝનલ શીડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 219 કોલેજોમાં પ્રવેશ માટે 30 જૂન 2026 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. એમબીએ માટે 129 કોલેજમાં 18,666 બેઠકો ઉપલબ્ધ છે. એમસીએમાં 90 કોલેજમાં 8485 બેઠકો ઉપલબ્ધ છે.
ચાલુ વર્ષે એમબીએની 4 નવી કોલેજને મંજૂરી મળતા 400 બેઠકોનો વધારો થયો છે. એમસીએમાં 3 નવી કોલેજને મંજૂરી મળતા 300 બેઠકો વધી છે. નવી મંજૂર થયેલી એમબીએની 4 કોલેજોમાં 400 અને એમસીએ 3 કોલેજોમાં 300 બેઠકો ઉપલબ્ધ થશે. રજિસ્ટ્રેશન 2જી મેથી 30મી જૂન, ડોક્યુમેન્ટ સબમિશન 6ઠી જુલાઈ, પ્રોવિઝનલ મેરિટ 9મી જુલાઈ, ચોઈસ મોકરાઉન્ડ 9 મી જુલાઈથી 12 જુલાઈ, મોક રાઉન્ડ પરિણામ 16મી જુલાઈ, ફાઈનલ સીટ એલોટમેન્ટ 17મી જુલાઈ અને ફાઈનલ મેરિટ લિસ્ટ 17મી જુલાઈએ જારી કરાશે. પ્રવેશ સમિતિએ સ્પષ્ટતા કરી છે કે, એસબીએમ એસસીએમએ પ્રવેશ પ્રક્રિયામાં સીમીટ આપી હોવ તેવા વિદ્યાર્થીઓના બંધ સીટોને આખરી ગણ્યા નથી. વચગાળાના પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ રદ પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યની એમબીએની 129 કોલેજોમાં 18,666 અને એમસીએની 90 કોલેજોમાં 8,485 બેઠકો છે. સરકારી કોલેજોમાં 113, અનુદાનિતમાં 7, સ્વનિર્ભરમાં 275 અને પીપીપી મોડેલની કોલેજોમાં 6143 બેઠકો ઉપલબ્ધ છે. ઉમેદવારોએ તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી લેવા અને 9 જુલાઈએ જાહેર થનારા મેરિટ લિસ્ટ માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.