આ મંગળવારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી ખાતે કવાડ દેશોની વિદેશ મંત્રીઓની પરિષદમાં ભાગ લેવા આવી રહ્યા છે. જો કે એ 23 થી 26 મે સુધી ચાર દિવસ રોકાશે તેમાં નવી દિલ્હી ઉપરાંત કોલકોતા, આગરા અને જયપુરનો પ્રવાસ પણ કરશે. અગાઉ અમેરિકન પ્રમુખો કે વિદેશ મંત્રીઓ જે હળવાફુલ સંબંધોના વાતાવરણમાં ભારત આવ્યા હતા એટલી સરળ અને સુમધુર, મગજ પર કશા બોજ વગરની આ યાત્રા નહીં હોય. હાઉ ડી મોદી? અને હમણાં સુધીના પરિદૃશ્યમાં હજારો શાબ્દિક અને સાચી મિઝાઈલો ફૂટી ચૂકી છે. ખાસ કરીને છેલ્લાં દોઢ વરસમાં પ્રમુખ ટ્રમ્પનો હકૂમતમાં સંબંધો માન્યામાં ન આવે એ રીતે તળિયે ગયા છે. પ્રમુખ ટ્રમ્પ ઘડીક ઠંડી ફૂંક મારે અને ઘડીક ગરમ. માત્ર ભારતને જ નહીં, દુનિયાને અને ખુદ પ્રમુખ ટ્રમ્પને જ સમજાતું નથી કે એમને શું જોઇએ છે?
આ જવલંત દુવિધા વચ્ચે ઠાવકા અને વ્યવહારુ માર્કો રૂબિયો વિદેશમંત્રી એસ. જયશંકરનું આમંત્રણ સ્વીકારીને ભારત આવી રહ્યા છે. ટ્રમ્પનાં તમામ ગતકડાં, તમામ અચોક્કસ નિવેદનો વચ્ચે એક વલણ સાવ સ્પષ્ટ છે કે અમેરિકાને મોટો આર્થિક લાભ કરાવો તો એ રાજી રહે છે અને ત્યાર બાદ બીજા મોટા આર્થિક લાભની પેરવીમાં એ દેશ સામે જ પડી જાય છે, જેણે અગાઉ લાભ કરાવ્યો હોય, ગૌતમ અદાણીએ હમણાં ઘણી રકમ ચૂકવીને અમેરિકન કાનૂનોની ચુંગાલમાંથી મુક્તિ મેળવી. એક અહેવાલ પ્રમાણે અદાણી જૂથ અમેરિકામાં ત્રીસ અબજ ડોલરનું મૂડી રોકાણ કરશે. જો આ સમાધાન પૈસા આપીને થઇ શકયું તો, સરકાર અને અમેરિકન કાનૂન જેમાં પક્ષકાર છે તે સમાધાન મોટા આર્થિક દંડ વગર સંપન્ન ન થઇ શકયું હોત? થાય, જો સંબંધો જાળવવા હોય તો અમેરિકાએ જાળવવા હોય તો? `આ એક અનેકમાંનું ઉદાહરણ છે. એવાં તો અનેક બિનજરૂરી સમસ્યાઓ, અડચણોની ગરોળી પ્રમુખ ટ્રમ્પે હાથે કરીને શરીરે ચડાવી છે.
જો કે તેનો અનઅપેક્ષિત અને કડવો બદલો પણ સ્વીકારવો પડયો છે. આ પરિષદ કવાડ દેશો, ઓસ્ટ્રેલીઆ, ભારત, જપાન અને અમેરિકાના કવાડ અર્થાત્ ચાર દેશોના સંગઠનની છે. પરંતુ સંગઠનનું અગાઉ હતું એટલું મહત્ત્વ હવે અમેરિકાએ રહેવા દીધું નથી. બીજી ટર્મ માટે ચૂંટાયા બાદ શ્રીમાન ટ્રમ્પે કયારેય કવાડના નામનો ઉલ્લેખ કર્યો નથી. છતાં તત્ક્ષણ અમેરિકાને ડિપ્લોમસીનું મહત્ત્વ સમજાયું છે. એ તો વિચારો કે ઇરાન જેવો એક દેશ અમેરિકાની સામે થઇ ગયો અને હજી નહોર ભરાવી રહ્યો છે. યે કહાની હૈ યે દિયે કી ઔર તુફાન કી.
ટ્રમ્પને રાત્રે ઊંઘ આવતી નથી. યુદ્ધ બાબતે હમણાં ઇજરાયલના બેન્ઝામીન નેતાન્યાહૂ નથી. યુદ્ધ કરવું છે પણ કરી શકાતું નથી, સમાધાન કરવું છે પણ થઇ શકતું નથી. હવે તો અમેરિકાની સંસદ પણ અસમંજસમાં મૂકાઈ ગઈ છે. વર્તમાન સ્થિતિ અમેરિકાની શોભામાં અભિવૃદ્ધિ કરતી નથી. માર્કો રૂબિયોએ માત્ર ભારતના જ નહીં, બીજા બે દેશોના વિદેશમંત્રીઓની સમક્ષ સંબંધો અને સુનિશ્ચિતતા બાબતે સ્પષ્ટતાઓ કરવી પડશે અને બીજાઓ તેને સ્વીકારશે કે કેમ? તે આવનારા સમય માટેનો સવાલ બનશે. નિવડયે વખાણ. હાલ તુરંત તો ડગમગતા માનસ પર કોઈને શ્રદ્ધા બેસવાની નથી. માટે માર્કોનું કામ પણ કઠીન બનશે. જો કે અમેરિકન સરકારમાં આ જવાબદારી સંભાળવા માટે માર્કો જ શ્રેષ્ઠ વ્યક્તિ છે. માર્કો અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર પણ છે. સપ્ટેમ્બરમાં ભારતમાં બ્રીક્સ મંડળની નેતાઓની પરિષદ યોજાશે. ટ્રમ્પ માને છે કે બ્રિકસ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના, સાઉથ આફ્રિકા મળીને હવે કુલ અગિયાર દેશ) સંગઠન અમેરિકાનું વિરોધી છે.
બ્રિકસનું એક કોમન નાણું અથવા ચલણ શરૂ કરવાની વાત પણ નિકળી હતી અને ત્યારે ટ્રમ્પ ગુસ્સે થઇ ગયા હતા. ચાર દિવસની મુલાકાતમાં માર્કો રૂબિયો ભારતના ગોલ્ડન ટ્રાયેંગલ (સોનેરી ત્રિકોણ) તરીકે ઓળખાતાં આગ્રા, જયપુર અને નવી દિલ્હી ઉપરાંત કોલકોતાના પ્રવાસે જશે. નામ સોનેરી છે, પરંતુ આપણા નેતાઓ સફેદ કપડાંના માઈલો લાંબા તાકા રસ્તાને કાંઠે બાંધીને એ ‘સુવર્ણ’ વિદેશી મહેમાનોની નજરથી ઓઝલ રાખે તે પણ શકય છે.
કોલકોતામાં અમેરિકાનું બીજા ક્રમનું સૌથી જુનું રાજદૂતવાસ છે, જે અમેરિકાના એક સમયના દુશ્મન વિયેતનામના હો ચી મિન્હનું નામ ધરાવતા બજારમાં છે. અંગ્રેજોના વખતમાં તે હેરિંગ્ટન સ્ટ્રીટ તરીકે ઓળખાતી હતી. બંગાળની અમેરિકા વિરોધી સામ્યવાદી રાજ્ય સરકારે તેને આ નવું નામ આપ્યું છે. જો કે આ બાબતનું હવે ખાસ મહત્ત્વ નથી. મહત્ત્વ એ ડબલ એન્જીનની સરકારમાં માર્કોની ધમાકેદાર મહેમાનગતિ થશે.
આગળ લખ્યું તેમ આર્થિક વિષય ઘણો મહત્ત્વનો રહેશે જેમાં અમેરિકા પાસેથી ભારત વધુ માત્રામાં તેલ ખરીદે તે આગ્રહ અમેરિકા રાખશે. આ ઉપરાંત અમેરિકન શસ્ત્રો અને નાના કદના અણુ (ઊર્જા) રિએકટરો ભારત ખરીદે એવી માગણી અમેરિકનો મૂકશે. હકીકતમાં રૂબીઓ થોડા દિવસો અગાઉથી આવી રહ્યા છે તે બતાવે છે કે એમના પ્રવાસમાં કવાડ કરતાં ભારત સાથેની મંત્રણાઓ અને આદાનપ્રદાનનું વિશેષ મહત્ત્વ છે. રૂબિયોના પ્રવાસના છેલ્લા દિવસે કવાડના વિદેશ પ્રધાનોની મિટિંગ મળશે, જેમાં ઓસ્ટ્રેલિઆ અને જપાનના વિદેશમંત્રીઓ હાજરી આપશે. કદાચ ચીનને ખુશ રાખવા માટે ટ્રમ્પ, અમેરિકા પોતે સભ્યો હોવા છતાં કવાડને મહત્ત્વ આપતાં નથી. એ વાત અલગ છે કે ચીને હમણાંની મુલાકાતમાં ટ્રમ્પને મહત્ત્વ આપ્યું, પણ અમેરિકાને બિલકુલ આપ્યું નથી. આ એવું બીજું વરસ છે જેમાં કવાડના નેતાઓની પરષિદ યોજાય તે અશકય લાગી રહ્યું છે.
ભારત-અમેરિકાના સંબંધોની વાત મહત્ત્વની હશે. હાલમાં તેમાં ઊંડો ઝોલ, અથવા મંદી આવી છે. ભારતનાં મૌલિક અપમાનો અને ટેરિફની ધમકીઓ સામે ભારત મક્કમ રહ્યું, પરંતુ તેથી દુ:ખ ન પહોંચે એવું ન બને. ડોનાલ્ડ ટ્રમ્પે અસીમ મુનીરને પોતાના ફેવરિટ ફિલ્ડ માર્શલ’ ગણાવીને આતંકવાદના મુદ્દા પર ઠંડું પાણી રેડી દીધું છે.અમેરિકાના એક પૂર્વ રાજદૂત ત્યાં સુધી બોલ્યા કે અસીમ મુનીરને વ્હાઈટ હાઉસમાં તેડાવવા તેનો અર્થ ઇઝરાયલ પર સાતમી ઓકટોબરના હુમલા પછી હમાસના ચીફનું વ્હાઈટ હાઉસમાં તેડાવીને સ્વાગત કરવા બરાબર થાય.
હજી તો ભારત સાથેના ટેરીફ અને ટ્રેડ ડીલનો પાકો નિચોડ આવ્યો નથી. ઇરાન સાથે અંતતોગત્વા શી સ્થિતિ બનશે તે નક્કી નથી. યુવાન ભારતીયોમાંથી 2024માં 83 ટકા અમેરિકા માટે સારી લાગણી ધરાવતા હતા તે 2025માં ઘટીને 56 ટકા અને વર્તમાનમાં વધુ ઘટીને રહી ગઇ હશે. 71 ટકાને તો ટ્રમ્પની માનસિક અસ્થિરતા અકળાવતી હતી. તેઓએ રશિયા અને જપાનને વધુ ભરોસાપાત્ર ગણાવ્યાં હતાં. બીજી તરફ ભારતે દોઢ વરસ સુધી અમેરિકા સામે ઝીંક ઝીલી અને અમેરિકાની દોસ્તી વગર પણ પ્રગતિ કરવાનું શીખી લીધું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.