Dakshin Gujarat

વાંસદામાં 24 કલાકમાં 2 ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

નવસારી: નવસારીના (Navsari) વાંસદા (Vansda) તાલુકામાં ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. વાંસદા તાલુકામાં 24 કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેમાં એક આંચકો રાત્રિના 9:38 કલાકે આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધવામાં આવી હતી. જ્યારે બીજો આંચકો વહેલી સવારે 6:48 વાગ્યે અનુભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધવામાં આવી હતી.

  • નવસારીના વાંસદા તાલુકામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા
  • 24 કલાકમાં બે વાર ભૂકંપનો અનુભવ થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો
  • આ અગાઉ ઓગસ્ટ મહિનામાં માત્ર 20 જ દિવસામાં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા

હોલીપાડા અને નાનાપાડા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું
મળતી માહિતી અનુસાર નવસારીના વાંસદા તાલુકામાં 24 કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકો રાત્રે 9:38 કલાકે અનુભવાયો હતો. જેનું એપી સેન્ટર વાંસદા નજીક આવેલું હોલીપાડામાં નોંધાયું છે. તેમજ બીજો વહેલી સવારે લગભગ 6:48 વાગ્યે અનુભાવયો હતો. જેનું કેન્દ્રબિંદુ ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું છે. ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નવસારીના વાંસદામાં તાલુકામાં અનેકવાર ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ગત ઓગસ્ટ મહિનામાં વાંસદા તાલુકામાં ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઇ હતી તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી પૂર્વમાં 42 કિમી દૂર નોંધાયું હતું. નોંધનીય છે કે એક જ મહિનામાં નવસારીના વાંસદામાં 20 દિવસની અંદર ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. ત્યારે એકવાર ફરી વાંસદા તાલુકામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ પણ નવસારીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નવસારીના વાંસદા મથકમાં 5 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યાને 29 મિનિટે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાનો આંચકો લાગતો લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાંસદાથી 20 કિલોમીટર દુર ભીનાર ગામ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વાંસદા મથકમાં બે ડેમો આવેલા છે. અને વરસાદી માહોલમાં આ બે ડેમો ઓવરફ્લો થઈ પાણીના વહેણ બદલાઈ છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે.

Most Popular

To Top