Gujarat

“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ

અમદાવાદ: લોકસભામાં બંધારણીય સુધારા બિલને લઈને સરકારના પ્રયાસો વિપક્ષની એકતાના કારણે નિષ્ફળ ગયા છે, જે લોકશાહી અને બંધારણની જીત છે. વિપક્ષે સંઘીય માળખામાં ફેરફાર કરવાના સરકારના કાવતરાને રોકવામાં સફળતા મેળવી છે. 2023માં સર્વસંમતિથી પસાર થયેલ નારી શક્તિ વંદન અધિનિયમનો તાત્કાલિક અમલ થવો જોઈએ, તેવું આજે અમદાવાદમાં સીડબલ્યુસી સભ્ય અને પૂર્વ સાંસદ રજની પાટીલએ જણાવ્યું હતું

રજની પાટીલએ વધુમાં કહ્યું હતુ કે કોંગ્રેસ પક્ષે સ્વતંત્રતા પહેલાંથી જ મહિલાઓના અધિકારો માટે કામ કર્યું છે. 1931માં મોતિલાલ નેહરુ દ્વારા મહિલાઓના મતાધિકારનો ઠરાવ રજૂ થયો હતો, જેને બાદમાં સ્વીકારવામાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતે શરૂઆતથી જ મહિલાઓને મતાધિકાર આપ્યો, જેનું શ્રેય કોંગ્રેસને જાય છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં 73મા અને 74મા બંધારણીય સુધારા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 33 ટકા મહિલા અનામતનો માર્ગ મોકળો થયો હતો. જો ભાજપ સરકાર ખરેખર મહિલાઓ માટે પ્રતિબદ્ધ હોય તો વસ્તી ગણતરી અને સીમાંકનની રાહ જોયા વગર અનામત લાગુ કરવું જોઈએ. હાલ સરકારે આ કાયદાનો અમલ 2029 પછી જ કરવાનો નિર્ધાર કર્યો છે, જે યોગ્ય નથી.

Most Popular

To Top