Gujarat

નિફ્ટ ગાંધીનગરમાં “ધ બોટમલાઇન 2026” ગ્રેજ્યુએશન શોકેસ યોજાયો

વિદ્યાર્થીઓએ ફેશન મેનેજમેન્ટ, AI, રિટેલ અને ઈ-કોમર્સ આધારિત નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

ગાંધીનગર,
નેશનલ ઈન્સ્ટી. ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ) ના ફેશન મેનેજમેન્ટ વિભાગ દ્વારા “ધ બોટમલાઇન 2026” ગ્રેજ્યુએશન શોકેસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ (MFM) બેચ 2024-26ના 37 વિદ્યાર્થીઓએ ઉદ્યોગલક્ષી અને નવીન ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.

કાર્યક્રમનું ઉદ્ઘાટન નિફ્ટ ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ. રાજ કુમાર જયસવાલે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાથેના સંકલનને બિરદાવતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ Flipkart, Myntra, Reliance Retail, PUMA, ASICS, Skechers અને Levi Strauss & Co. જેવી અગ્રણી કંપનીઓ સાથે પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.

પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે નિફ્ટ માત્ર ડિઝાઇન સંસ્થા નહીં પરંતુ ડિઝાઇન, મેનેજમેન્ટ અને ટેક્નોલોજી આધારિત સંસ્થા છે. તેમણે “વિકસિત ભારત 2047”ના વિઝન હેઠળ ટેક્સટાઇલ અને એપેરલ નિકાસ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને રિટેલ ઉપરાંત નિકાસ અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અનેક નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. Vedic Apparels Private Limitedની સ્થાપક પૂજા શુક્લાએ પોતાની ઉદ્યોગસાહસિક સફર શેર કરી હતી, જ્યારે Studio Carbonના સ્થાપક સ્વપ્નિલ સોનીએ AI, ડિઝાઇન, સસ્ટેનેબિલિટી અને માનવીય સંવેદનાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ઈ-કોમર્સ માટે automated decision intelligence framework, retail visual merchandising systems, data-driven merchandising dashboards, AI આધારિત digital optimisation અને retail sell-through optimisation જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થયો હતો.આ કાર્યક્રમ નિફ્ટ ગાંધીનગરની creativity, innovation, technology અને strategic management ને જોડતા future-ready professionals તૈયાર કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બન્યો હતો.

Most Popular

To Top