સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર થતાં જ ચુંટણી પંચ દ્વારા આચાર-સંહિતા અમલમાં આવી છે અને સરકારી-તંત્ર દ્વારા તેનો કડક પણે અમલ થઇ રહ્યો છે. રાજકીય બેનરો,પોસ્ટરો,હોર્ડિંગ્સ હટાવી દીધા છે. જાહેરસભા પર પાબંદી આવી ગઈ છે.દરેક ઉમેદવારે આચાર-સંહિતાનો ફરજીયાત અમલ કરવાનો હોવાથી ચુંટણી લડનારા ઉમેદવારો નેતાઓ,કાર્યકર્તાઓ વિમાસણમાં પડી ગયા છે.કોઈના ઘર પર બેનર લગાવવું હોય તો ઘર માલિકની લેખિતમાં પરવાનગી લેવાની હોય છે.ચુંટણી પંચે નક્કી કરેલો જ ખર્ચ ચુંટણીમાં કરવાનો હોય છે અને તેનો પણ હિસાબ રજુ કરવાનો હોય છે.આમ આચાર-સંહિતા જાણે લાચાર-સંહિતા બની ગઈ છે. તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર માધ્યમ તેજ બનતો જાય છે અને અંતિમ દિવસોમાં પ્રચાર-પરાકાષ્ઠાએ પહોંચશે. સત્તાધારી પક્ષ અને હરીફ ઉમેદવારો વચ્ચે ન બનવાનું બંને તો સારું. કેમ કે શરાબનો નશો તો ઉતરી જાય છે, પરંતુ સત્તા ચુંટણીનો નશો કાયમી વેરઝેર ઉભા કરી જાય છે. શાંત માહોલમાં ચુંટણી સંપન્ન થાય તેવી શુભકામના.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.