સુપ્રીમકોર્ટે (Supreme court) 10 દિવસની લાંબી સુનાવણી પછી ગુરુવારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પરના પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના (High...
મુંબઈ: બીસીસીઆઈના (BCCI) પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગુરુવારે તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને જણાવ્યું હતું કે બોર્ડ આવતા વર્ષની શરૂઆતમાં મહિલા IPL શરૂ કરવા...
ગાંધીનગર: ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારમાંથી કોઈ એક સભ્યને રહેમરાહે નોકરી આપવા સહિતની વિવિધ પડતર માંગણીને મામલે આજે ગાંધીનગરની (GandhiNagar)...
વડોદરા: વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થાય તેવી ઘટના સામે આવી છે. સાત અન્ડરટ્રાયલ કેદીઓએ મારામારી કર્યા બાદ ફિનાઈલ પી...
વડોદરા: વર્ષો જુના ધાર્મિક સ્થાનો નહીં તોડવા માટે સરકારના આદેશ હોવા છતાં પણ સંસ્કારી નગરી વડોદરામાં આ આદેશોનું ઉલંઘન થતું હોવાનો વધુ...
હૈદરાબાદ: હૈદરાબાદ(Hyderabad)ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા(ind vs aus) વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ(Last Match) રમાશે....
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે (Russia Ukraine War) છેલ્લા 7 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President...
કાનપુર: કાનપુર(Kanpur)માં તપાસ એજન્સી CBIએ વધુ એક મોટા કૌભાંડ(scam)નો પર્દાફાશ કર્યો છે. રોટોમેક કંપની(Rotomac Company)એ ચાર કંપનીઓ પાસેથી 26000 કરોડનો બિઝનેસ કર્યો...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પક્ષમાં અધ્યક્ષ (President) માટેની ચર્ચા ઉઠી છે. અશોક ગેહલોત (Ashok Gehlot) અને શશી થરૂર (Shashi Tharur) અધ્યક્ષપદ માટે...
મહેસાણા: દૂધસાગર ડેરીમાં 800 કરોડનાં કૌભાંડ મામલે પૂર્વ ગૃહ મંત્રી(Former Home Minister) વિપુલ ચૌધરી(Vipul Chaudhary)ની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. જે બાદ વિરોધ(Protest)...
વડોદરા: વડોદરા શહેરમાં અનેક વાર અશાંતધારા ભંગ મામલે આજે શહેરના વોર્ડ 14ના નગર સેવકો જીલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા. વિધર્મી દ્વારા વારંવાર...
વડોદરા: સેન્ટ્રલ જેલમાં કાચા કામના સાત કેદીઓએ જેલ અધિકારીઓના જોર જુલમ અને પારાવાર ત્રાસના કારણે ફીનાઇલ ગટગટાવી લેતા હોબાળો મચી ગયો હતો....
વડોદરા: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર ચાલુ જ થતા માલધારી સમાજની જીત થઈ. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત...
વડોદરા: માલધારી સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. તેમાં એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે સરકારે પણ...
વડોદરા: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર ચાલુ જ થતા માલધારી સમાજની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે...
સુખસર: ફતેપુરા તાલુકામાં ફતેપુરા બલૈયા તથા સુખસર ખાતે પશુ સારવાર કેન્દ્રો આવેલા છે.જેમાં પશુઓને ઘર બેઠા સારવાર મળી રહે તે હેતુથી સરકાર...
નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલ શ્રેયસ ગરનાળા પરની સેફ્ટી એંગલ તુટવાના બનાવો અવારનવાર બની રહ્યાં છે. ત્યારે ગત રાત્રીના સમયે વધુ એક વખત...
આણંદ : આણંદ જિલ્લો એનઆરઆઈ હબ ગણવામાં આવે છે, અહીં અમૂલ ડેરીને લઇ શ્વેતક્રાંતિ માટે વારંવાર જશ લેવામાં આવે છે. જિલ્લાને વારંવાર...
આણંદ: કરમસદમાં મકાન ભાડે રાખી રહેતા શખસે અલગ અલગ વ્યક્તિને સરકારી નોકરી અપાવવાના બહાને રૂ.14.35 લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે બોરસદ...
ખેડા: ખેડા શહેરમાં આવેલી સર્વે નં ૭૫ (૨+૩) વાળી જગ્યામાં છેલ્લાં ચારેક મહિનાથી ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે કરવામાં...
સુરત શહેર અને જિલ્લામાં બનેલા ગંભીર ગુનાઓના ઉપરાછાપરી બનાવોએ ગુજરાતના ગૃહવિભાગની કામગીરી ઉપર પ્રશ્નાર્થ લગાવી દીધો છે. પી. કે. બંસલ, જે. એસ....
જેવી રીતે મોસમ પોતાનો રૂખ બદલી રહી છે તેમ પ્રવર્તમાન સરકાર સામે પ્રજા સામી ચૂંટણીએ દેખાવો કરી રહી છે. એવું લાગે છે...
એક અંધ માણસ હતો. તે જોઈ શકતો ન હતો છતાં તેને સ્વાવલંબી જ બની રહેવું હતું.એટલે પોતાના કામ પોતે કરવા માટે અને...
દેખો ઇન્હેં યે હૈ આંસ કી બુંદે,પત્તોં કી ગોદમેં આસમાં સે કૂદેઅંગડાઇ લે ફિર કરવટ બદલ કર,નાજુક સે મોતી હંસ દે ફિસલ...
નવી દિલ્હી: રૂપિયો (Rupees Down) અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગુરુવારે તે યુએસ ડૉલરના મુકાબલે 80.28 રૂપિયા પર ખુલ્યો હતો. આ...
જો કે તો વચ્ચે બહુ લાંબો રસ્તો છે! કારણ કે એક તરફ અશોક ગેહલોતનું નામ ગાંધી પરિવારના પીઠબળથી આગળ આવ્યું છે અને...
સુરત : વિશ્વના મોસ્ટ હોન્ટેડ બીચમાં (World Most Haunted Beach) ડુમસ (Dumas) કાંઠા વિસ્તારનો સમાવેશ થાય છે. દરમિયાન ડુમસમાં હાલમાં મોસ્ટ હોન્ટેડ...
2014માં લોકસભાની ચૂંટણીમાં હારી ગયા બાદ દેશની સૌથી જૂની ગણાતી કોંગ્રેસ પાર્ટીની હાલત ખરાબ થઈ જવા પામી છે. લોકસભાની ચૂંટણી હાર્યા બાદ...
યશરાજ ફિલ્મને અત્યારે આદિત્ય ચોપરા સંભાળે છે. યશ ચોપરા યશરાજ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક હતા જયારે આદિત્ય ચોપરા તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર છે....
ભારતમાં તેમ જ દુનિયાના અન્ય દેશોમાં કોરોનાને કારણે કેટલીક કંપનીઓ તરી ગઈ તો કેટલીક તરી ગઈ. તરી જનારી કંપનીઓમાં જેનો બ્રાન્ડ એમ્બેસેડર...
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
સરકારે ઇથેનોલ પરના નિયમોમાં ફેરફાર કર્યો: હવાઈ મુસાફરી સસ્તી થશે!
વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો
લોકશાહીનો મહાસંગ્રામ, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ
રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
ઈરાને હોર્મુઝથી ભારત તરફ જઈ રહેલા જહાજને અટકાવ્યું: ઇસ્લામિક ગાર્ડ્સે કબજે કર્યું
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
સુપ્રીમકોર્ટે (Supreme court) 10 દિવસની લાંબી સુનાવણી પછી ગુરુવારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પરના પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના (High Court) નિર્ણયને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની બેન્ચે રાજ્ય સરકાર, શિક્ષકો અને અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલની દલીલો સાંભળ્યા પછી આદેશ અનામત રાખ્યો હતો. કેટલાક અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ (Advocate) દુષ્યંત દવેએ કોર્ટમાં કહ્યું હતું કે જેઓ આસ્તિક છે તેમના માટે હિજાબ જરૂરી છે. જેઓ આસ્તિક નથી તેમના માટે તે જરૂરી નથી. તેમણે કહ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં માર્ગદર્શિકા જારી કરવાનું કોઈ કારણ હતુ નહીં.
અન્ય કેટલાક અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે PFIની દલીલ હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવી નથી. આ પક્ષપાત ઉભો કરવા માટે રજૂ કરાયેલી દલીલ છે. કર્ણાટક સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2021 સુધી કોઈ પણ વિદ્યાર્થીનીએ હિજાબ પહેર્યો ન હતો અને શાળાઓમાં જરૂરી શિસ્તનો ભાગ હોવાને કારણે યુનિફોર્મનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું હતું. જો કે ત્યારબાદ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) નામના સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર એક આંદોલન શરૂ કરવામાં આવ્યું અને તેને આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું. મહેતાએ કહ્યું કે હિજાબ પહેરવાનું શરૂ કરવા માટે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરવામાં આવી હતી. આ કોઈ સામાન્ય વાત ન હતી. કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો અને બાળકો તેના ઈશારે કામ કરી રહ્યા હતા.
અરજદારોના વકીલે કર્ણાટક સરકારના પરિપત્રનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમાં PFI પ્રવૃત્તિનો કોઈ ઉલ્લેખ નથી. તેના બદલે પરિપત્ર ધાર્મિક પ્રથાઓના પાલનને એકતા અને સમાનતાના અવરોધ તરીકે દર્શાવે છે. દવેએ તેમની દલીલમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. તે અનુસાર યુનિફોર્મ ફરજિયાત નથી. તેથી કર્ણાટક સરકારનો 5 ફેબ્રુઆરીના આદેશ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી શકે નહીં.
દવેએ કહ્યું કે કેટલાક લોકો માટે તે જરૂરી પ્રેક્ટિસ છે. કેટલાક લોકો વધુ ધાર્મિક છે. કેટલાક વધુ સહિષ્ણુ છે અને તે વ્યક્તિગત પસંદગી છે. કર્ણાટક સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે શાળા પરિસરમાં હિજાબ પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે પ્રિ-યુનિવર્સિટી કોલેજોના ક્લાસરૂમમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો બચાવ કરતા તેણે કહ્યું કે તે માત્ર ક્લાસરૂમમાં જ પ્રતિબંધિત છે. રાજ્ય સરકારે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેણે હિજાબ પ્રતિબંધના વિવાદમાં કોઈપણ ધાર્મિક પાસાને સ્પર્શ કર્યો નથી.