SURAT

સુરતના ડુમસમાં પોલીસને દસ ફૂટ ઊંચો ‘જીન’ દેખાયો, જુઓ ડરામણો વીડિયો

સુરત : વિશ્વના મોસ્ટ હોન્ટેડ બીચમાં (World Most Haunted Beach) ડુમસ (Dumas) કાંઠા વિસ્તારનો સમાવેશ થાય છે. દરમિયાન ડુમસમાં હાલમાં મોસ્ટ હોન્ટેડ સ્પોટ પર જ એટલે કે સમુદ્ર કિનારે હાલમાં પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. આ પોલીસ ચોકી સુધી જતા કે નાઇટ પેટ્રોલિંગ (Night Patrolling) કરતા પોલીસને (Police) પરસેવો પડી રહ્યો છે. આ મામલે જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે પોલીસ જીપની અંદર જઇ રહેલા પોલીસ જવાનોને દસ ફૂટ ઉંચો જીન (Gene) દેખાતા તેઓ થથરી ગયા હતા. આ મામલે આ લોકો ઓન રેકર્ડ કાઇ કહેવા તૈયાર નથી. પરંતુ રાત્રિના બે વાગ્યે દરિયા કિનારા પાસેના રસ્તા પર આ જીન ભટકાઇ જતા પોલીસને પરસેવો પ઼ડી ગયો હતો. પોલીસ જવાનોએ આ જીનને લાઇવ મોબાઇલ કેમેરામાં પણ કેચ પણ કરી લીધો છે.

  • બીચ પાસેના વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓને પડતો પરસેવો
  • પોલીસ જીપમાં જઇ રહેલા જવાનોને દસ ફૂટ ઉંચો જીન દેખાતા તેઓ થથરી ગયા
  • પોલીસ જવાનોએ આ જીનને લાઇવ મોબાઇલ કેમેરામાં કેદ પણ કરી લીધો
  • ઘણી વખત પીસીઆરમાં પોલીસકર્મીઓ નીંદરમાં હોય ત્યારે શરીર જકડાઇ જવું કે ગળું પકડી લેવા જેવી ઘટના બની

‘ગુજરાતમિત્ર’ દ્વારા પોલીસ જવાનોને આ મામલે પૂછવામાં આવતા તેઓએ વિડીયો શેર કર્યો હતો. અલબત જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે પોલીસ જવાનોએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે ઘણી વખત તેઓ પીસીઆરમાં નીંદરમાં હોય છે ત્યારે શરીર જકડાઇ જવુ કે પછી ગળું પકડી લેવું જેવી ઘટના તેઓ સાથે સામાન્ય રાજબરોજની ઘટના બની રહી છે.

Video

પાંચ મહિના પહેલા પણ ડુમસમાં એસીપી અને પીઆઇ બેઠા હતા ત્યારે હોન્ટેડ અનુભવ થયો હતો
પાંચ મહિના પહેલા પણ પોલીસના એક એસીપી અને અન્ય પોલીસ સ્ટાફ બેઠા હતા ત્યારે તેઓ પાસેથી કોઇ વસ્તુ દોડીને નીકળી ગઇ હતી. તમામ પોલીસ જવાનોને આ મામલે ખબર તો પડી હતી. પરંતુ તમામ લોકો સ્તબધ થઇ ગયા હતા. તે સમયે પણ સીસીટીવી કેમેરામાં આ વસ્તુ દેખાતી હોવાની વિગત જાણવા મળી હતી.

પોલીસ ઓન રેકર્ડ કાઇ કહેવા તૈયાર નથી
આ મામલે જે લોકોને આ મેલી વસ્તુના અનુભવ થયા છે તે મામલે પોલીસ અધિકારીઓએ ઓન રેકર્ડ કહેવા ઇનકાર કરી દીધો હતો. અલબત તેઓએ વિડીયો શેર કરીને તેઓનો અનુભવ વિશે પૂરાવા ‘ગુજરાતમિત્ર’ને આપ્યા હતા.

Most Popular

To Top