Vadodara

વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ-શો યોજાયો

શહેરના મુખ્ય માર્ગો પર રેલી; કાર્યકરો જોડાયા
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પ્રચાર પૂર્ણ થવાના પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ

વડોદરા:
આગામી ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં ગુરુવારે સાંજે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં રોડ-શો યોજાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા.
રોડ-શો દરમિયાન પ્રદેશ પ્રમુખ ખુલ્લી વાહનમાં સવાર રહી જનતાનું અભિવાદન સ્વીકાર્યું હતું અને પક્ષના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન શહેરના કેટલાક માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો ધ્વજ અને ખેસ સાથે ઉપસ્થિત રહ્યા હતા. માર્ગના વિવિધ સ્થળોએ કાર્યકરો દ્વારા સ્વાગત કાર્યક્રમો પણ યોજાયા હતા.
રોડ-શોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રચાર પૂર્ણ થવા પૂર્વે શહેરમાં રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ તેજ બની રહી છે.

Most Popular

To Top