Umreth

સવારના 11 કલાક સુધીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 25.65 ટકા મતદાન

306 મતદાન મથકો પર વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ
વેબકાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વર અને કલેક્ટર રાખી રહ્યા છે કંટ્રોલરૂમથી નજર

ઉમરેઠ, તા. 24
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આજે સવારે 7:00 થી 9:00 કલાક દરમિયાન પ્રથમ બે કલાકમાં આશરે 10 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું સત્તાવાર માહિતીમાં જાણવા મળ્યું છે. મતદાનની પ્રક્રિયા સમગ્ર મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ચાલી રહી છે. સવારે 11 વાગ્યા સુધીમાં મતદાન વધીને 25.65 ટકા પર પહોંચ્યું હતું.

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 306 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ થઈ હતી. મતદારોમાં શરૂઆતથી જ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર મતદારોની અવરજવર સતત રહી હતી.

ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓડ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમમાંથી તમામ મતદાન મથકો પર ચાલી રહેલી પ્રક્રિયાની વેબકાસ્ટિંગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ કામગીરી પર જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણા તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

Most Popular

To Top