National

તામિલનાડુમાં 3 વાગ્યા સુધી 70% મતદાન, જાણો અપડેટ્સ

  • અભિનેતા કમલ હાસન, શ્રુતિ હાસન અને રજનીકાંતે તામિલનાડુના ચેન્નાઈમાં મતદાન કર્યું.
  • તામિલનાડુના વેલ્લોરમાં સરકારી મુસ્લિમ હાયર સેકન્ડરી શાળા મોડેલ મતદાન મથક પર મતદારોનું સ્વાગત કરવા માટે G1 હ્યુમનોઇડ રોબોટ મૂકવામાં આવ્યો છે.
  • ચેન્નાઈમાં સુપરસ્ટાર રજનીકાંતે મતદાન કર્યું
  • અભિનેતા ગૌતમ રામ કાર્તિકે ચેન્નાઈના સ્ટેલા મેરિસ કોલેજમાં મતદાન કર્યું.
  • તામિલનાડુમાં 5.73 કરોડ મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. અહીં મુખ્ય મુકાબલો DMK ગઠબંધન અને AIADMK-BJP (NDA) વચ્ચે છે. 
  • અભિનેતા અજિત કુમારે તામિલનાડુના ચેન્નાઈમાં મતદાન કર્યું.
  • તામિલનાડુમાં 11 વાગ્યા સુધી 37.56% મતદાન
  • સુપરસ્ટાર રજનીકાંત વોટિંગ કરતી વખતે ઘણા લોકો ખૂબ નજીકથી રેકોર્ડિંગ કરી રહ્યા હતા અને તેમણે કોને મત આપ્યો તે પણ જોયું
  • તામિલનાડુમાં છેલ્લી બે ચૂંટણીઓમાં 75%થી ઓછું મતદાન થયું છે.
  • સાંસદ કનિમોઝીએ ચેન્નાઈમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
  • અભિનેતા ધનુષે પણ ચેન્નાઈમાં મતદાન કર્યું.
  • તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈમાં મતદાન કર્યું.
  • કોઈમ્બતુરમાં ભાજપના નેતા અન્નામલાઈએ મતદાન કર્યું.
  • કોઈમ્બતુરમાં રોબોટે મતદાનસ્થળે મત આપવા આવતા મતદારોનું સ્વાગત કર્યુ.
  • સાઉથની લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણને ચેન્નઈમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
  • અભિનેતા પ્રભુએ ટી.નગરના ઠક્કર બાપા વિદ્યાલય મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.
  • એક્ટર અને સિંગર ધ્રુવ વિક્રમે પણ ચેન્નઈમાં મત આપ્યો.
  • જાણીતા અભિનેતા અને ફિલ્મમેકર સત્યરાજ (કટપ્પા ફેમ)એ મતદાન કર્યું.
  • અભિનેતા વીટીવી ગણેશે પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો.
  • એક્ટર ગૌતમ કાર્તિકે ચેન્નઈમાં પોતાનો મત આપ્યો.
  • અભિનેતા વિજય સેતુપતિએ મતદાન બાદ લોકોને ઉત્સાહપૂર્વક મત આપવા અપીલ કરી અને તેને મહત્વપૂર્ણ ફરજ ગણાવી.
  • એક્ટર વિક્રમ પ્રભુએ પણ મતદાન કર્યા બાદ જનતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા.
  • તામિલનાડુમાં 3 વાગ્યા સુધી 70% મતદાન
  • અભિનેતા સૂર્યા અને તેની પત્ની, અભિનેત્રી જ્યોતિકાએ ડી નગરના એક મતદાન મથક પર મતદાન કર્યું.

Most Popular

To Top