Vadodara

વડોદરા: વોર્ડ નં.16માં રાજકીય તાપમાન ઉંચું, ચંદ્રકાંત ભથ્થુંએ રેલી કાઢી તાકાત બતાવી

ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગોપાલ રબારી, અલકાબેન પટેલ અને ચાંદની સોનવણેની આગેવાનીમાં રેલી

વડોદરા, તા.
પાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આવા સમયે વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા યોજાયેલી વિશાળ રેલી શક્તિ પ્રદર્શન તરીકે સામે આવી છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગોપાલ રબારી, અલકાબેન પટેલ અને ચાંદની સોનવણેની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં ભથ્થુભાઈએ તાકાત બતાવી હતી.

રેલી દરમિયાન માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકો પોતાના દૈનિક કામકાજ છોડીને ઉમેદવારોને સમર્થન આપવા ઉમટી પડ્યા હતા. ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને વડીલોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલીમાં કોંગ્રેસના સમર્થનમાં ગુંજતા નારાઓએ સમગ્ર વાતાવરણને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું.

ઉમેદવારોએ રેલી દરમિયાન લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. જીત્યા બાદ વિસ્તારના વિકાસને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ આપી હતી. સ્થાનિક સ્તરે પાણીની અછત, ખરાબ રસ્તાઓ, સફાઈની સમસ્યા જેવી અનેક મુદ્દાઓને લઈને લોકોમાં રહેલી અસંતોષની લાગણી સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ યોગ્ય અને ઝડપી નિરાકરણ લાવવાનું વચન આપ્યું હતું.
રેલીનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top