અમદાવાદ
અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે તાજેતરમાં વર્લ્ડ આઈપી ડે પૂર્વે “વુમન ઇન આઈપી” વિષયક વિશિષ્ટ સંવાદ કાર્યક્રમ AIPLA વુમન ઇન આઈપી લૉ ગ્લોબલ નેટવર્કિંગ ઈવેન્ટ 2026ના ભાગરૂપે “રૂટેડ ઇન ધ રિયલ – વુમન ઇન આઈપી રીડિફાઇનિંગ ધ નેરેટિવ” થીમ હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં અકાદમિક, સંશોધન, ઉદ્યોગ ક્ષેત્ર તેમજ વિદ્યાર્થીઓ સહિત વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે વિચારવિમર્શ અને નેટવર્કિંગ માટે સક્રિય માહોલ સર્જાયો હતો.
જીટીયુના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર અને રજિસ્ટ્રાર ડૉ. કે. એન. ખેર ના માર્ગદર્શન સાથે યોજાયેલ આ પહેલ બૌદ્ધિક સંપત્તિ (IP) ક્ષેત્રમાં જાગૃતિ વધારવા અને નવીનતા પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ બની છે. આ પ્રસંગે ડૉ. રાજેશ ઠક્કર દ્વારા આપવામાં આવેલ પ્રોત્સાહન જીટીયુના આઈપીઆર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં સહાયક સાબિત થયું.
જીટીયુનું આઈપીઆર ઇકોસિસ્ટમ ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી માન્યતા પ્રાપ્ત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર (જીટીયુ વેન્ચર્સ–આઈપીએફસી) દ્વારા વધુ સશક્ત બન્યું છે, જે આઈપી જાગૃતિ, ફાઇલિંગ સુવિધા અને ઇનોવેશન આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે છે.
ચર્ચા દરમિયાન મહિલાઓના કારકિર્દી વિકાસ, લીડરશીપના અવસર તેમજ આઈપી ક્ષેત્રના સ્ટ્રક્ચરલ પડકારો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓની સતત ભાગીદારી, વર્કપ્લેસ ડિઝાઇનમાં પરિવર્તન અને ઇનોવેશનના પ્રભાવ જેવા મુદ્દાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે રેપિડ-ફાયર સત્રમાં ભવિષ્યના અવસરો અંગે સંક્ષિપ્ત અને અસરકારક વિચાર રજૂ થયા હતા.